44. અદ-દુખાન
1હા-મિમ્
2સોગંદ છે આ સ્પષ્ટ (રીતે વર્ણન કરી દેનારી) કિતાબના
3નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે
4આ જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે
5અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ
6તમારા પાલનહારની કૃપાથી, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે
7જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય
8તેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે
9પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે
10તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે
11જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે
12કહેશે કે, હે અમારા પાલનહાર ! આ આફત અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ
13તેમના માટે શિખામણ ક્યાં છે, સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા
14તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે
15અમે પ્રકોપને સહેજ દૂર કરી દઇશું તો, તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો
16જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે
17નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા
18કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
19અને તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ
20અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો
21અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો
22પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે
23(અમે કહી દીધું) કે રાતની રાતમાં તમે મારા બંદાઓને લઇને નીકળી જાવ, નિ:શંક (આ લોકો) તમારી પાછળ આવશે
24તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે
25તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા
26તથા ખેતરો અને શાંતિવાળા ઘર
27અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી
28આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા
29તો તેમના માટે ન તો કોઇ આકાશ અને ધરતી રડ્યા અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી
30અને નિ:શંક અમે (જ) ઇસ્રાઇલના સંતાનને અપમાનિત કરી દેનારી યાતનાથી છુટકારો આપ્યો
31જે ફિરઔન તરફથી હતી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો
32અને અમે બુદ્ધિપૂર્વક ઇસ્રાઇલના સંતાનને સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી
33અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી
34આ લોકો તો આવું જ કહે છે
35કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે
36જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો
37શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા
38અમે ધરતી અને આકાશો તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું
39પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી
40નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે
41તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે
42સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે
43નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ
44અપરાધીનો ખોરાક છે
45જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે
46સખત ગરમ પાણી જેવું
47તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો
48પછી તેના માથા પર સખત ગરમ પાણીની યાતના વહાવો
49(તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો
50આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા
51નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે
52બગીચા અને ઝરણાઓમાં
53પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે
54આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું
55શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે
56ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમની યાતનાથી બચાવી લીધા
57આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે
58અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે
59હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath