38. સાદ
1સૉ-દ્ ! આ શિખામણ આપતા કુરઆનના સોગંદ
2જો કે ઇન્કાર કરનારાઓ અહંકાર અને વિવાદ કરી રહ્યા છે
3અમે તેમનાથી પહેલા પણ ઘણી કોમોને નષ્ટ કરી દીધી, તેઓ ચીસો પાડવા લાગ્યા, પરંતુ તે સમય છુટકારાનો ન હતો
4અને ઇન્કાર કરનારાઓને એ વાત પર આશ્વર્ય થયું કે તેમના માંથી જ એક, તેઓને સચેત કરનાર આવ્યો અને કહેવા લાગ્યા કે આ તો જાદુગર અને જુઠ્ઠો છે
5શું તેણે આટલા બધા પૂજ્યોનો એક જ પૂજ્ય કરી દીધો, ખરેખર આ તો આશ્વર્યજનક વાત છે
6તેમના આગેવાનો એવું કહેતાં ચાલવા લાગ્યા કે, ચાલો અને પોતાના પૂજ્યો પર અડગ રહો. નિ:શંક આ વાત કોઇ હેતુ માટે કહેવામાં આવી રહી છે
7અમે તો આવી વાત પહેલાના દીનમાં પણ નથી સાંભળી, કંઈ નથી બસ ! આતો ઘડી કાઢેલી વાતો છે
8શું આપણા માંથી ફક્ત આના પર જ અલ્લાહની વાણી અવતરિત કરવામાં આવી ? જો કે આ લોકો મારી વહી પર શંકા કરી રહ્યા છે, જો કે (સત્ય એ છે કે) તે લોકોએ હજુ સુધી મારો પ્રકોપ ચાખ્યો જ નથી
9અથવા શું તેમની પાસે તારા જબરદસ્ત પાલનહારની કૃપાના ખજાના છે
10અથવા શું આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુની બાદશાહત તેમની જ છે, પછી તો તે લોકો દોરડું બાંધી ચઢી જાય
11આ પણ (મોટા મોટા) લશ્કરો માંથી હારી ગયેલું (નાનું) લશ્કર છે
12તેમના પહેલા પણ નૂહ અને આદની કોમ અને ખૂંટાવાળા ફિરઔને જુઠલાવ્યા હતા
13અને ષમૂદના લોકો, લૂતની કોમના લોકોએ પણ અને અયકહના રહેવાસીઓએ પણ, આ જ (મોટા) લશ્કરો હતા
14તેમના માંથી એક પણ એવા ન હતા જેમણે પયગંબરોને ન જુઠલાવ્યા હોય, બસ ! મારી યાતના તેમના માટે સાબિત થઇ ગઇ
15તે લોકો બસ ! એક ચીસની રાહ જોઇ રહ્યા છે, જેમાં થોડીક પણ વાર નહીં લાગે
16અને તે લોકોએ કહ્યું કે, હે અમારા પાલનહાર ! અમને અમારો ભાગ કયામતના દિવસ પહેલા જ આપી દે
17તમે તેમની વાતો પર ધીરજ રાખો અને અમારા બંદા દાઊદ અ.સ.ને યાદ કરો, જે ખૂબ જ શક્તિશાળી હતા, નિ:શંક તે ખૂબ જ રજૂ થનારા હતા
18અમે પર્વતોને તેમના વશમાં કરી રાખ્યા હતા, કે તેમની સાથે સાંજે અને સવારે અલ્લાહના નામનું સ્મરણ કરે
19અને પક્ષીઓને પણ ભેગા થઇ , દરેક તેમની આજ્ઞાનું પાલન કરતા હતા
20અને અમે તેમના સામ્રાજ્યને મજબૂત કરી દીધું હતું અને તેમને હિકમત આપી હતી અને નિર્ણાયક શક્તિ પણ આપી હતી
21અને શું તમને ઝઘડો કરવાવાળાની ખબર મળી ? જ્યારે તેઓ દિવાલ કુદીને મેહરાબ (ઓરડા)માં આવી ગયા
22જ્યારે તેઓ દાઊદ અ.સ. પાસે આવ્યા, તો તેઓ તેમનાથી ભયભીત થયા, તેમણે કહ્યું, ભયભીત ન થાઓ, અમે ફરિયાદના બે પક્ષકારો છીએ, અમારા માંથી એકે બીજા પર અતિરેક કર્યો છે, બસ ! તમે અમારી વચ્ચે ન્યાય પૂર્વક ફેંસલો કરી દો અને અન્યાય ન કરશો અને અમને સત્ય માર્ગ બતાવી દો
23(સાંભળો) ! આ મારો ભાઇ છે, તેની પાસે નવ્વાણું મેઢીઓ છે અને મારી પાસે એક જ મેઢી છે, પરંતુ તે મને કહી રહ્યો છે કે તારી આ એક પણ મને આપી દે અને વાત-ચીતમાં તેણે મને દબાવી દીધો છે
24તેમણે કહ્યું, તેનું તારી પાસે એક મેંઢી માંગવું, તારા પર ખરેખર અત્યાચાર છે અને વધારે પડતા ભાગીદારો એક-બીજા પર અતિરેક કરે છે, ઈમાનવાળા અને સત્કાર્યો કરનારા સિવાય અને આવા લોકો ઘણા ઓછા છે અને દાઊદ અ.સ. સમજી ગયા કે અમે તેમની કસોટી કરી છે, પછી તો પોતાના પાલનહારથી માફી માંગવા લાગ્યા અને આજીજી કરતા પડી ગયા અને વિનમ્રતા દાખવી
25બસ ! અમે પણ તેમનો તે (વાંક) માફ કરી દીધો, ખરેખર તેઓ અમારી પાસે ઉચ્ચ દરજ્જાવાળા છે અને ખૂબ જ શ્રેષ્ઠ બદલો મેળવનારા છે
26હે દાઊદ ! અમે તમને ધરતી ઉપર નાયબ બનાવી દીધા, તમે લોકો વચ્ચે ન્યાયપૂર્વક નિર્ણય કરો અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ ન કરો, નહિતો તે તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, નિ:શંક જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે, તેમના માટે સખત યાતના છે, એટલા માટે કે તેઓ હિસાબના દિવસને ભુલી ગયા છે
27અને અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની વસ્તુઓનું સર્જન અમસ્તા જ નથી કર્યું. આવું અનુમાન તો ઇન્કાર કરનારાઓનું છે, ઇન્કાર કરનારાઓ માટે આગની ખરાબી છે
28શું અમે તે લોકોને, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમના જેવા કરી દઇશું, જેઓ ધરતી ઉપર વિદ્રોહ કરતા રહ્યા અથવા ડરવાવાળાઓને પથભ્રષ્ટ લોકો જેવા કરી દઇશું
29આ પવિત્ર કિતાબ છે, જેને અમે તમારી તરફ એટલા માટે અવતરિત કરી કે લોકો તેની આયતો પર ચિંતન કરે અને બુદ્ધિશાળી લોકો તેના દ્વારા શિખામણ પ્રાપ્ત કરે
30અને અમે દાઊદને સુલૈમાન આપ્યા, જે ખૂબ જ સારા બંદા હતા અને ખૂબ જ ઝૂકવાવાળા હતા
31જ્યારે તેમની પાસે સાંજના સમયે ખૂબ જ કેળવેલા ઘોડા લાવવામાં આવ્યા
32તો કહેવા લાગ્યા કે, મેં મારા પાલનહારની યાદ સામે આ ઘોડાઓના પ્રેમને પ્રાથમિકતા આપી, ત્યાં સુધી કે સૂર્યાસ્ત થઇ ગયો
33તે (ઘોડાઓ) ને ફરીવાર મારી પાસે લાવો, પછી પિંડલીઓ અને ગળા પર હાથ ફેરવવા લાગ્યા
34અને અમે સુલૈમાન અ.સ.ની કસોટી કરી અને તેમના સિંહાસન પર એક શરીર નાંખી દીધું, પછી તેઓ ઝૂકી ગયા
35કહ્યું કે હે મારા પાલનહાર ! મને માફ કરી દે અને મને એવું સામ્રાજ્ય આપ, જે મારા પછી કોઇનું ન હોય, તું ખૂબ જ આપનાર છે
36બસ ! અમે હવાને તેમના વશમાં કરી દીધી, તે તેમના આદેશ પ્રમાણે, જ્યાં તેઓ ઇચ્છતા, ત્યાં નરમાશથી પહોંચી જતી હતી
37અને (શક્તિશાળી) જિન્નાતોને પણ (તેમના આધિન કરી દીધા), દરેક ઇમારત બનાવનારાઓને અને ડુબકી લગાવનારને
38અને બીજા જિન્નાઅતોને પણ, જે સાંકળોમાં જકડાયેલા હતા
39આ છે અમારી ભેટ, હવે તું ઉપકાર કર અથવા રોકી રાખ, કંઈ પણ હિસાબ નથી
40તેમના માટે અમારી પાસે ઘણી જ નિકટતા છે અને ખૂબ જ શ્રેષ્ઠ ઠેકાણું છે
41અને અમારા બંદા ઐયૂબ અ.સ.નું (પણ) વર્ણન કરો, જ્યારે તેઓએ પોતાના પાલનહારને પોકાર્યા કે મને શેતાને રંજ અને દુ:ખ પહોંચાડ્યું છે
42પોતાનો પગ માર, આ સ્નાન કરવા માટે અને પીવા માટે ઠંડુ પાણી છે
43અને અમે તેમને તેમનું સંપૂર્ણ કુટુંબ આપ્યું, પરંતુ તેના જેટલા જ બીજા પણ, પોતાના તરફથી કૃપા તરીકે અને બુદ્ધિશાળી લોકોની શિખામણ માટે
44અને પોતાના હાથમાં સળીઓનો એક ઝૂડો લઇને મારી દો અને સોગંદ ન તોડો, સાચી વાત તો એ છે કે અમે તેને ઘણો જ ધીરજવાન જોયો, તે ખૂબ જ સદાચારી વ્યક્તિ હતો અને ખૂબ જ વિનમ્ર હતા
45અમારા બંદા ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબ અ.સ.નું પણ વર્ણન લોકો સામે કરો, જેઓ હાથ અને આંખોવાળા હતા
46અમે તેમને એક ખાસ વાત એટલે કે આખેરતની યાદ સાથે ખાસ કરી દીધા
47આ બધા અમારી ખૂબ જ નિકટ અને શ્રેષ્ઠ લોકો હતા
48ઇસ્માઇલ, ય-સ-અ અને ઝુલ્ કિફ્લ (અ.સ.)નું પણ વર્ણન કરી દો, આ બધા સદાચારી લોકો હતા
49આ શિખામણ છે અને ખરેખર ડરવાવાળા લોકો માટે ખૂબ જ સારી જગ્યા છે
50(એટલે કે હંમેશા બાકી રહેવાવાળી) જન્નતો, જેના દ્વાર તેમના માટે ખુલ્લા છે
51જેમાં (તકિયા સાથે) ટેકો લગાવી બેઠા હશે અને દરેક પ્રકારના ફળો અને શરાબોની ઇચ્છા કરતા હશે
52અને તેમની પાસે નીચી નજરોવાળી સરખીવયની હૂરો હશે
53આ છે તે વચન, જે તમારી સાથે હિસાબના દિવસ માટે, કરવામાં આવતું હતું
54નિ:શંક રોજી (ખાસ) અમારી કૃપા છે જે ક્યારેય સમાપ્ત થવાની નથી
55આ તો બદલો થયો, (યાદ રાખો કે) વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે
56જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે
57આ છે, બસ ! તેને ચાખો, ગરમ પાણી અને પરૂં
58તે સિવાય બીજી અલગ-અલગ પ્રકારની યાતના
59આ એક કોમ છે, જે તમારી સાથે (આગમાં) જશે, કોઇ સ્વાગત તેમના માટે નથી, આ લોકો જ જહન્નમમાં જનારા છે
60તેઓ કહેશે કે તમે જ છો , જેમના માટે કોઇ સ્વાગત નથી, તમે લોકો જ આને પહેલાથી અમારી સામે લાવ્યા હતા, બસ ! રહેવા માટેની ખૂબ જ ખરાબ જગ્યા છે
61તેઓ કહેશે કે હે અમારા પાલનહાર ! જેણે (ઇન્કારનો રિવાજ) અમારા માટે પહેલાથી જ કાઢ્યો હોય, તેના માટે જહન્નમની સજા બમણી કરી દે
62અને જહન્નમી લોકો કહેશે કે, શું વાત છે કે તે લોકોને આપણે નથી જોઇ રહ્યા, જેમને આપણે ખરાબ લોકોમાં ગણતા હતા
63શું આપણે જ તેમની મશ્કરી કરતા હતા અથવા આપણી નજર તેમના પરથી હઠી ગઇ છે
64ખરેખર જહન્નમી લોકોનો આ ઝઘડો જરૂર થશે
65કહી દો ! કે, હું તો ફક્ત સચેત કરનારો છું અને એક, વિજયી, અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી
66જે આકાશો, ધરતી અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે, તે બધાનો પાલનહાર છે. તે જબરદસ્ત અને ખૂબ જ માફ કરવાવાળો છે
67તમે કહી દો કે આ ખૂબ જ મોટી વાત છે
68જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો
69મને તે ઉચ્ચ, પ્રતિષ્ઠિત ફરિશ્તાઓની (વાતોનું) કોઇ જ્ઞાન નથી, જ્યારે તેઓ તકરાર કરી રહ્યા હતા
70મારી તરફ ફક્ત તે જ વહી કરવામાં આવે છે કે, હું તો સ્પષ્ટ રીતે સચેત કરનાર છું
71જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું માટી વડે માનવીનું સર્જન કરવાનો છું
72તો જ્યારે હું તેને વ્યવસ્થિત કરી લઉં અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો
73તેથી દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો
74પરંતુ ઇબ્લિસે (ન કર્યો), તેણે ઘમંડ કર્યું અને તે ઇન્કાર કરનારાઓ માંથી હતો
75(અલ્લાહ તઆલાએ) કહ્યું, હે ઇબ્લિસ ! તને તેની સામે સિજદો કરવાથી કેવી વસ્તુએ રોક્યો ? જેનું સર્જન મેં મારા હાથો વડે કર્યું. શું તું અહંકારી બની ગયો છે ? અથવા તો ઉચ્ચ દરજ્જા વાળાઓ માંથી છે
76તેણે જવાબ આપ્યો કે હું આના કરતા શ્રેષ્ઠ છું, તે મારું સર્જન આગ વડે કર્યું અને આનું માટી વડે
77આદેશ આપ્યો કે તું અહીંયાથી જતો રહે, તું ધૃત્કારેલો છે
78અને તારા પર કયામતના દિવસ સુધી મારી લઅનત અને ફિટકાર છે
79કહેવા લાગ્યો કે મારા પાલનહાર ! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ
80(અલ્લાહ તઆલાએ) કહ્યું, તું તે લોકો માંથી છે જે લોકોને મહેતલ આપવામાં આવી
81નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી
82કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક હું તે સૌને પથભ્રષ્ટ કરીશ
83તારા તે બંદાઓ સિવાય, જેમને વિશિષ્ટ કરી લીધા
84કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું
85કે તને અને તારું અનુસરણ કરનારા દરેક લોકોથી, હું જહન્નમને ભરી દઇશ
86કહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું
87આ તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે
88નિ:શંક તમે આની સત્યતાને થોડાંક જ સમય પછી જાણી લેશો
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath