98. અલ-બયીના
1ગ્રંથવાળાઓ માં ના ઇન્કારીઓ અને મુશરિક લોકો જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય અટકનારા ન હતા (તે દલીલ આ હતી કે)
2અલ્લાહ તઆલાનો એક પયગંબર જે પવિત્ર ગ્રંથ પઢે
3જેમાં સાચા અને ઠોસ આદેશો હોય
4ગ્રંથવાળાઓ પોતાની પાસે ખુલ્લી દલીલ આવી ગયા પછી પણ (મતભેદ કરીને) અલગ-અલગ થઇ ગયા
5તેમને આના સિવાય બીજો કોઇ આદેશ આપવામાં ન આવ્યો કે ફકત અલ્લાહની ઉપાસના કરે. તેના માટે જ દીન ને વિશુધ્ધ રાખે. ઇબ્રાહીમ હનીફ ના દીન ઉપર અને નમાઝને કાયમ કરે. અને ઝકાત આપતા રહે. આ જ છે દીન સાચા પંથનો
6નિ:શંક જે લોકો ગ્રંથવાળાઓ માંથી ઇન્કારી થયા અને મુશરિક, સૌ જહન્નમની આગમાં (જશે) જ્યાં તેઓ હંમેશા રહેશે. આ લોકો દુષ્ટતમ સર્જન છે
7નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને સદકર્મો કર્યા આ લોકો શ્રેષ્ઠતમ સર્જન છે
8તેમનું ફળ તેમના પાલનહાર પાસે હંમેશા રહેનારી જન્નતો છે, જેમની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશાહંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમના થી ખુશ થયો અને તે તેનાથી ખુશ થયા. આ છે તેના માટે જે પોતાના પાલનહાર થી ડરે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath