93. અદ-ધુહા
1સોગંદ છે પ્રકાશિત સમયનાં
2અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
3ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે
4નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે
5તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો
6શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું
7અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું
8અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા
9બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો
10અને ન માંગવાવાળા ને ધુત્કારો
11અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath