92. અલ-લૈલ
1સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
2સોગંદ છે દિવસ ના જ્યારે પ્રકાશિત થાય
3સોગંદ છે તે હસ્તીના જેણે નર અને માદાનું સર્જન કર્યુ
4નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે
5જેણે આપ્યું (અલ્લાહના રસ્તામાં) અને ડર્યો (પોતાના પાલનહાર થી)
6અને સદવાતોની પૃષ્ઠિ કરતો રહશે
7તો અમે પણ તેને સરળ રસ્તાની સહુલત કરી દઇશું
8પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહી દાખવી
9અને સદવાતોને જુઠલાવી
10તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું
11તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે
12નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે
13અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા
14મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે
15જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે
16જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું
17અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે
18જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે
19કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય
20પરંતુ ફકત પોતાના પાલનહાર ઇઝઝતવાળા તથા સર્વોચ્ચ ની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે
21નિ:શંક તે (અલ્લાહ પણ) નજીકમાં રાજી થઇ જશે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath