89. અલ-ફજર
1સોગંદ છે વહેલી પરોઢના
2અને દસ રાત્રિઓના
3અને યુગ્મ અને વિષમના
4અને રાત્રિના, જ્યારે જવા લાગે
5શું આમાં બુધ્ધિશાળી માટે કોઇ સોગંદ છે
6શું તમે ન જોયું કે તમારા પાલનહારે આદીઓ સાથે કેવો વર્તાવ કર્યો
7સ્તંભોવાળા ઇરમની સાથે
8જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી
9અને ષમૂદવાળા સાથે જેઓએ ખીણમાં મોટા-મોટા પત્થરો કોતર્યા
10અને ફિરઔન સાથે જે ખુંટાવાળો હતો
11આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું
12અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો
13છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો
14હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે
15મનુષ્ય (આ સ્થિતિ છે કે ) તેનો પાલનહાર જ્યારે તેની પરીક્ષા લે છે અને ઇઝઝત આપે છે, અને તેને ખુશહાલી આપે છે, તો તે કહેવા લાગે છે, મારા પાલનહારે મારૂ સન્માન કર્યું
16અને જ્યારે તે તેની પરીક્ષા લે છે અને તેની રોજી તંગ કરી દે છે, તો તે કહેવા લાગે છે કે મારા પાલનહારે મારૂં અપમાન કર્યું
17આવું કદાપિ નહીં ! પરંતુ (વાત એવી છે) કે તમે (જ) લોકો અનાથનો આદર નથી કરતા
18અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી
19અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો
20અને ધનથી ખુબ પ્રેમ કરો છો
21કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે
22અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે
23અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે
24એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત
25બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય
26ન તેના જેવી જકડ કોઇની જકડ હશે
27ઓ સંતોષી જીવ
28તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન
29બસ મારા શ્રેષ્ઠ બંદાઓ માં દાખલ થઇ જા
30અને પ્રવેશી જા મારી જન્નતમાં
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath