88. અલ-ગાશિયા
1શું તમને પણ ઢાંકી દેનારી (કયામત) ની વાત પહોંચી છે
2તે દિવસે કેટલાય ચહેરા અપમાનિત હશે
3(અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે
4તેઓ ધગધગતી આગમાં જશે
5અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે
6તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય
7જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે
8કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે
9પોતાના પ્રયત્નોથી ખુશ હશે
10ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે
11તેમાં કોઇ બકવાસ નહી સાંભળે
12તેમાં એક વહેતુ ઝરણું હશે
13(અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે
14તેમાં પ્યાલા મુકેલા (હશે)
15અને એક કતારમાં લાગેલા તકીયા હશે
16અને મખમલી જાજમો ફેલાયેલી હશે
17શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે
18અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે
19અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે
20અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે
21બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો
22તમે તેમના ઉપર રખેવાળ નથી
23હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે
24તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે
25ચોક્કસપણે અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે
26પછી ચોક્કસપણે અમારા શિરે છે, તેમનો હિસાબ લેવો
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath