86. અત-તારિક
1સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના
2તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે
3તે ચમકતો તારો છે
4કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય
5માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે
6તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે
7જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે
8ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે
9જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે
10તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક
11વરસાદવાળા આકાશના સોગંદ
12અને ફાટવાવાળી જમીનના સોગંદ
13વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે
14આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી
15ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે
16અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું
17તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath