ઇસ્લામ
પાછા

84. અલ-ઇન્શીકાક

1જ્યારે આકાશ ફાટી જશે

2અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે

3અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે

4અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે

5અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે

6હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે

7તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે

8તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે

9અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે

10હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે

11તો તે મૃત્યુને પોકારશે

12અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે

13આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો

14તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી

15કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો

16હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના

17અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ

18અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે

19નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો

20તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા

21અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા

22પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે

23અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે

24તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો

25હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath