ઇસ્લામ
પાછા

82. અલ-ઇન્ફિતાર

1જ્યારે આકાશ ફાટી પડશે

2અને જ્યારે તારાઓ વિખરાઇ જશે

3અને જ્યારે દરિયાઓ વહી પડશે

4અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે

5(ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે

6હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે

7જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો

8જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો

9કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો

10નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત

11લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે

12જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે

13નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે

14અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે

15બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે

16અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે

17અને તને શું ખબર બદલાનો દિવસ શું છે

18ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે

19(આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath