81. અત-તકવીર
1જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે
2અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે
3અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે
4અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે
5અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે
6અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે
7અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે
8અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે
9કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી
10અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે
11અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે
12અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે
13અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે
14પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે લઇને આવ્યો છે
15હું સોગંધ ખાઉ છું પાછળ હટવાવાળા
16ચાલનાર અને સંતાઇ જનાર તારાઓ ની
17અને રાતની જ્યારે સમાપ્ત થવા લાગે છે
18અને સવારની જ્યારે ચમકવા લાગે
19નિ:શંક આ એક ઇઝઝતવાળા ફરિશ્તાઓ ની લાવેલી વાણી છે
20જે શક્તિશાળી છે. અર્શવાળા (અલ્લાહ) ને ત્યાં ઉચ્ચ સ્થાનવાળો છે
21જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે
22અને તમારા સાથી પાગલ નથી
23તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે
24અને તે છુપી વાતો બતાવવામાં કંજુસ પણ નથી
25અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી
26પછી તમે ક્યાં જઇ રહ્યા છો
27આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે
28(ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે
29અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath