79. એન-નાઝીઆત
1ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ
2બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ
3અને તરવા-ફરનારાઓ ના સોગંદ
4પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ
5પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ
6જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે
7ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે
8(કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે
9તેમની આંખો ઝુકેલી હશે
10કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું
11શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું
12કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે
13(ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે
14પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે
15શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી
16જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો
17(કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે
18અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે
19અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે
20પછી તેને મોટી નિશાની બતાવી
21તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી
22પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો
23પછી સૌને ભેગા કરી પોકાર્યા
24તમારા સૌનો પાલનહાર હું જ છું
25તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો
26હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે
27શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ
28તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું
29અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો
30અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી
31તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો
32અને પર્વતોને (સખત) ખોડી દીધા
33આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે)
34તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે
35તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે
36અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે
37તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે)
38અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)
39(તેનું) ઠેકાણું જહન્નમ જ છે
40હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે
41તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે
42લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે
43તમને તેની ચર્ચા કરવાની શી જરૂર
44તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે
45તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો
46જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath