77. અલ-મુરસલાત
1દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ
2પછી તીવ્ર હવાઓના સોગંદ
3પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ
4પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર
5અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ
6જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે
7જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે
8બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે
9અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે
10અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે
11અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે
12કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે
13નિર્ણયના દિવસ માટે
14અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે
15તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે
16શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા
17ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા
18અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ
19તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
20શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા
21પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો
22એક નક્કી કરેલ સમય સુધી
23પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે
24તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
25શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી
26જીવિત લોકોને પણ અને મૃતકોને પણ
27અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું
28તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
29તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા
30ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ
31જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે
32નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે
33જાણે કે તે પીળા ઊંટો છે
34તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
35આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે
36ન તેમને તક આપવામાં આવશે
37તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
38આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે
39બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં
40તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
41નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે
42અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે
43(જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં
44નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
45તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
46(હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો
47તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
48તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા
49તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
50હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath