74. અલ-મુદ્દત્તિર
1હે ચાદર ઓઢનાર
2રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું
3અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો
4અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર
5નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું
6નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે
7હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે
8તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો
9પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો
10અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ
11મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો
12નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે
13અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે
14જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે
15નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા
16તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા
17જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે
18જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે
19નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં
20તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે
21તેણે ફરી જોયુ
22પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ
23પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ
24અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે
25માનવીના કથન સિવાય કશું જ નથી
26હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ
27અને તને શું ખબર કે જહન્નમ શું છે
28ન તે બાકી રાખે છે ન છોડે છે
29ચામડીને બાળી નાખે છે
30અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે
31અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે
32સાચું કહું છું સોગંદ છે ચંદ્રના
33અને રાત્રિના જ્યારે તે પાછી ફરે
34અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય
35કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે
36આદમની સંતાનને ચેતવણી આપનારી
37(એટલે) તેને જે તમારાથી આગળ વધવા માગે અથવા પાછા હટવા માંગે
38દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગીરો છે
39પરંતુ જમણા હાથવાળા
40કે તેઓ જન્નતોમાં (બેઠેલા) દુરાચારીઓથી
41પ્રશ્ર્ન કરતા હશે
42તમને જહન્નમમાં કઇ વસ્તુએ નાખ્યા
43તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા
44ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા
45અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં
46અને બદલાના દિવસને જૂઠલાવતા હતા
47અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા
48બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે
49તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે
50જાણે કે તેઓ ભડકી ગયેલા ગધેડા છે
51જે સિંહથી ડરીને ભાગ્યા હોય
52પરંતુ તેમાથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને ખુલ્લી કિતાબો આપવામાં આવે
53કદાપી એવું નથી (હોઇ શકતું પરંતુ) આ લોકો કયામતથી નીડર છે
54સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે
55હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે
56અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath