ઇસ્લામ
પાછા

71. નૂહ

1નિ:શંક અમે નૂહ (અ.સ.) ને તેમની કોમ તરફ મોક્લ્યા કે પોતાની કોમને ડરાવી દો (અને સચેત કરી દો) તે પહેલા કે તેમની પાસે દુ:ખદાયી યાતના આવી જાય

2(નૂહ અ.સ.એ) કહ્યુ, કે અય મારી કોમ ! હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું

3કે તમે અલ્લાહની બંદગી કરો અને તેનાથી જ ડરો. અને મારુ કહ્યુ માનો

4તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જાય છે, તો ઢીલ નથી આપતો. કદાચ કે તમને બુધ્ધિ હોત

5(નૂહ અ.સ.એ) કહ્યુ, અય મારા પાલનહાર ! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા

6પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા

7મેં જ્યારે પણ તેમને તારી ક્ષમા તરફ બોલાવ્યા, તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દીધી અને પોતાના કપડાથી (મોઢું) ઢાંકી દીધુ. અને જીદ કરી અને ખુબ જ ઘમંડ કર્યુ

8પછી મેં તેમને ઊંચા અવાજે બોલાવ્યા

9અને નિ:શંક મેં તેમને જાહેરમાં પણ કહ્યુ અને ગુપ્ત રીતે પણ

10અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ ક્ષમા કરવાવાળો છે

11તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે

12અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે

13તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા

14જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે

15શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલાએ તળ પર તળ કેવી રીતે સાત આકાશો બનાવ્યા

16અને તેમાં ચંદ્રને ખુબ જ પ્રકાશિત બનાવ્યો, અને સૂરજને પ્રકાશિત દીપક

17અને તમને જમીનથી એક (વિશેષ દેખરેખ હેઠળ) ઉગાડયા. (એટલે કે સર્જન કર્યુ)

18ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે

19અને ખરેખર તમારા માટે ધરતીને અલ્લાહ તઆલાએ પાથરણું બનાવી દીધુ છે

20જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો

21નૂહ (અ.સ.) એ કહ્યુ કે અય મારા પાલનહાર ! તે લોકોએ મારી વાતને રદ કરી, અને તેવા લોકોની વાત માની જેમનું ધન અને સંતાનોએ તેમની ખોટમાં (ખરેખર) વધારો કર્યો

22અને તે લોકોએ ભારે ધોકો કર્યો

23અને તેમણે કહ્યુ કે તમે કદાપિ પોતાના પૂજ્યોને ન છોડશો, અને ન વદ્દ, સૂવાઅ, અને યગૂષ અને યઊક અને નસ્ર ને (છોડશો)

24અને તેમણે ઘણા લોકોને પથભ્રષ્ટ કર્યા , (અય અલ્લાહ) તુ તે અત્યાચારીઓની પથભ્રષ્ટતાને વધુ કર

25આ લોકો પોતાના પાપોના લીધે ડુબાડી દેવામાં આવ્યા અને જહન્નમમાં પહોંચાડી દેવામાં આવ્યા. અને અલ્લાહ સિવાય તેમણે કોઇ મદદ કરનાર ન જોયો

26અને નૂહ (અ.સ.) એ કહ્યુ, કે અય મારા પાલનહાર ! તું જમીન પર કોઇ ઇન્કારીને વસવાવાળો ન છોડીશ

27જો તુ તેમને છોડી દઇશ તો (નિ:શંક) આ લોકો તારા બંદાઓને (પણ) ભટકાવી દેશે. અને દુરાચારી અને ઇન્કારીઓને જ જન્મ આપશે

28અય મારા પાલનહાર ! તુ મને અને મારા માતા-પિતા અને જે ઇમાનની સ્થિતિમાં મારા ઘરમાં આવ્યા અને દરેક મોમિન પુરૂષો અને સ્ત્રીઓને માફ કરી દે અને ઇન્કારીઓને બરબાદી સિવાય બીજી કોઇ વાતમાં આગળ ન વધારીશ

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath