ઇસ્લામ
પાછા

69. અલ-હક્કા

1સાબિત થવાવાળી

2સાબિત થવાવાળી શું છે

3અને તને શું ખબર કે તે સાબિત થનાર શું છે

4તે ખખડાવી દેનારને ષમૂદ અને આદ ( પ્રાચીન સમયની તાકતવર કૌમોએ) જુઠલાવી દીધી

5(જેના પરિણામ રૂપે) ષમૂદને ત્રાસજનક (અને ઊંચા) અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા

6અને આદ ને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા

7જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. બસ ! તમે જોતા કે આ લોકો જમીન પર એવી રીતે પટકાયેલા પડયા છે જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય

8શું તેમના માંથી કોઇ પણ તમને બાકી દેખાઇ છે

9ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી તેમણે પણ અપરાધ આચર્યો

10અને પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા

11જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા

12જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે

13બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે

14અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે

15તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે

16અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે

17તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે

18તે દિવસે તમે સૌ રજૂ કરવામાં આવશો, તમારૂ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે

19તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો”

20મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ

21બસ ! તે એક મનગમતા જીવનમાં હશે

22ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં

23જેના ગુચ્છા નમી પડેલા હશે

24(તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા

25પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”

26અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે

27કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત

28મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ

29મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી

30આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો

31પછી તેને દોઝખમાં નાખી દો

32પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે

33નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો

34અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો

35બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે

36અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે

37જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય

38બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો

39અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા

40કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે

41આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો

42અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો

43(આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે

44અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત

45તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા

46પછી તેની ધોરી નસ કાપી નાખતા

47પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત

48નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે

49અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે

50નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે

51અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે

52બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath