67. અલ-મુલ્ક
1ખુબ જ બરકતવાળો છે તે (અલ્લાહ) જેના હાથમાં સલ્તનત છે. અને જે દરેક વસ્તુઓ પર શક્તિમાન છે
2જેણે મૃત્યુ અને જીવનને તે માટે પેદા કર્યુ કે તમારી કસોટી કરે, કે તમારા માંથી કોણ સારા કાર્યો કરે છે. અને તે સર્વોપરી (અને) ક્ષમા કરનાર છે
3જેણે સાત આકાશો તળ પર તળ બનાવ્યા, (તો એ જોવાવાળા) અલ્લાહ કૃપાળુ ના સર્જનમાં કોઇ અવ્યવસ્થા નહી જુએ, ફરીવાર (નજર થમાવીને) જોઇ લે શું કોઇ તિરાડ પણ દેખાઇ છે
4ફરીવાર બે બે વખત જોઇ લે, તારી નજર તારી તરફ અપમાનિત (અને લાચાર) થઇને થાકીને પાછી ફરશે
5નિ:શંક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું અને તેમને શૈતાનોને મારવાનું માધ્યમ બનાવી દીધુ અને શૈતાનો માટે અમે (જહન્નમની સળગાવી દેનારી) યાતના તૈયાર કરી દીધી
6અને પોતાના પાલનહારનો ઇન્કાર કરનારાઓ માટે જહન્નમની યાતના છે અને તે કેટલી ખરાબ જગ્યા છે
7જ્યારે તેમાં તેઓ નાખવામાં આવશે તો તેનો ખુબ જ મોટો અવાજ સાંભળશે અને તે જોશ મારી રહી હશે
8નજીક છે કે (હમણા) ક્રોધથી ફાટી જશે, જ્યારે પણ તેમાં કોઇ જૂથ નાખવામાં આવશે તેનાથી જહન્નમના રખેવાળો સવાલ કરશે કે શું તમારી પાસે ખબરદાર કરનાર કોઇ નહતો આવ્યો
9તે જવાબ આપશે કે કેમ નહી, આવ્યો હતો, પરંતુ અમે તેમને જુઠલાવ્યા અને અમે કહ્યું કે અલ્લાહ તઆલાએ કશું પણ ઉતાર્યું નથી. તમે ખુબ જ મોટા ગેરમાર્ગે છો
10અને કહેશે કે અગર અમે સાંભળતા હોત અથવા તો સમજ્યા હોત તો જહન્નમીઓમાં ન હોત
11બસ તેમણે પોતાનું પાપ સ્વીકારી લીધું, હવે આ જહન્નમીઓ દૂર થઇ જાવ
12નિ:શંક જે લોકો પોતાના પાલનહારથી વિનાદેખે ડરતા રહે છે તેમના માટે ક્ષમા છે અને ભવ્ય સવાબ છે
13તમે પોતાની વાતોને છુપાવો અથવા તો જાહેર કરો, તે તો હૃદયોના ભેદોને પણ ખુબ જ સારી રીતે જાણે છે
14શું તે જ ન જાણે, જેણે સર્જન કર્યુ ? ફરી તે ખૂબ જ જાણકાર છે
15તે હસ્તી જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજીમાં થી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ ઉભુ થવાનું છે
16શું તમે એ વાતથી પણ નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમને જમીનમાં ધસાવી દે અને એકાએક જમીન ડગમગી જાય
17અથવા શું તમે આ વાતથી નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમારા પર પથ્થર વરસાવી દે, પછી તો તમને ખબર પડી જ જશે કે મારી ચેતવણી કેવી હતી
18અને તેમનાથી પહેલાના લોકોએ પણ જુઠલાવ્યુ, તો તેમના પર નજર દોડાવો કે મારી પકડ કેવી સખત થઇ
19શું આ લોકો પોતાના ઉપર ફેલાયેલા અને (કયારેક) સમેટાયેલા (ઉડતા) પંખીઓ ને નથી જોતા, તેમને (અલ્લાહ) કૃપાળુ એ જ (હવા અને વાતાવરણમાં) ટકાવી રાખ્યા છે, નિ:શંક દરેક વસ્તુ તેની દેખરેખ હેઠળ છે
20સિવાય અલ્લાહના તમારૂ તે કેવું લશ્કર છે, જે તમારી મદદ કરી શકે, ઇન્કારીઓ તો ખરેખર ધોકામાં જ છે
21અગર અલ્લાહ તઆલા તમારી રોજી રોકી લે તો બતાઓ કોણ છે જે તમને ફરી રોજી આપશે ? પરંતુ (ઇન્કારીઓ) તો વિદ્રોહ અને વિમુખતા પર હઠે ચઢી ગયા છે
22હાં, તે વ્યક્તિ વધુ સત્યના માર્ગ ઉપર છે જે ઊંધું ઘાલીને ચાલી રહ્યો છે, અથવા તો તે જે સત્યના માર્ગને પારખીને સીધો ચાલતો હોય
23કહી દો ! કે તે જ (અલ્લાહ) છે જેણે તમારૂ સર્જન કર્યુ અને તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા, તમે ખુબ જ ઓછો આભાર માનો છો
24કહી દો ! કે તે જ છે જેણે તમને ધરતી પર ફેલાવી દીધા અને જેની તરફ તમને એકઠા કરવામાં આવશે
25(ઇન્કારીઓ) સવાલ કરે છે કે તે વચન ક્યારે થશે, અગર તમે સાચા હોય (તો બતાવો)
26તમે કહી દો ! કે તેનું જ્ઞાન તો અલ્લાહને જ છે, હું તો ફકત સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું
27જ્યારે આ લોકો તે વચનને નજીક જોઇ લેશે તે વખતે તે ઇન્કારીઓના મુખ બગડી જશે અને કહી દેવામાં આવશે કે આ જ છે જેની તમે ઇચ્છા કરતા હતા
28તમે કહી દો! અગર મને અને મારા સાથીઓને અલ્લાહ તઆલા નષ્ટ કરી દે, અથવા અમારા પર દયા કરે, (બન્ને પરિસ્થિતીઓમાં એવું તો બતાવો) કે ઇન્કારીઓને દુ:ખદાયી યાતનાથી કોણ બચાવશે
29તમે કહી દો ! કે તે જ કૃપાળુ છે. અમે તો તેના પર ઇમાન લાવી ચુકયા અને તેના પર જ અમારો વિશ્ર્વાસ છે. તમને નજીકમાં જ ખબર પડી જશે કે નરી પથભ્રષ્ટતામાં કોણ છે
30તમે કહી દો ! હા એ તો બતાવો કે જો તમારૂ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે જે તમારા માટે વહેતું પાણી લાવે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath