63. અલ-મુનાફીકૂન
1તમારી પાસે જ્યારે મુનાફિકો (ઢોંગીઓ) આવે છે તો કહે છે કે અમે આ વાતની સાક્ષી આપીએ છીએ કે નિ:શંક તમે અલ્લાહના પયગંબર છો, અને અલ્લાહ જાણે છે કે ખરેખર તમે અલ્લાહના પયગંબર છો અને અલ્લાહ સાક્ષી આપે છે કે આ મુનાફિકો તદ્દન જુઠા છે
2તેઓએ પોતાની સોગંદોને ઢાલ બનાવી રાખી છે, બસ ! અલ્લાહના માર્ગથી રૂકી ગયા, નિ:શંક ખરાબ છે તે કાર્ય જે તેઓ કરી રહ્યા છે
3આ એટલા માટે કે આ લોકો ઇમાન લાવીને ઇન્કારી થઇ ગયા, બસ ! તેઓના હૃદયો ઉપર મોહર મારી દેવામાં આવી, હવે આ લોકો નથી સમજતા
4જ્યારે તમે તેમને જોઇ લો તો તેમના શરીર તમાને શાનદાર લાગે છે, આ લોકો જ્યારે વાતો કરવા લાગે તો તમે તેમની વાતો સાંભળો, જેમકે તેઓ દીવાલના ટેકે રાખેલી લાકડીઓ છે, દરેક (સખત) અવાજને પોતાના વિરૂધ્ધ સમજે છે, આ જ ખરેખર દુશ્મનો છે, તેમનાથી બચો, અલ્લાહ તેઓને નષ્ટ કરે, કયાં અવળા ફેરવવામાં આવી રહ્યા છે
5અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આવો તમારા માટે અલ્લાહનાપયગંબર ક્ષમા માંગે, તો પોતાના માથા હલાવે છે અને તમે જોશો કે તે ઘંમડ કરતા રૂકી જાય છે
6તેમની માટે તમારી ક્ષમા માંગવી અને ન માંગવી બન્ને બરાબર છે, અલ્લાહતઆલા તેઓને કદાપિ માફ નહીં કરે. નિ:શંક અલ્લાહ તઆલા (આવા) અવજ્ઞકારી લોકોને સત્યમાર્ગ નથી આપતો
7આ જ તે લોકો છે જેઓ કહે છે કે જે લોકો પયગંબર સાથે છે તેઓના પર કંઇ ખર્ચ ન કરો અહીં સુધી કે તેઓ વિખેરાય જાય, અને આકાશ અને ધરતીના બધા ખજાના અલ્લાહની માલિકીના છે, પરંતુ આ મુનાફિકો નાસમજ છે
8આ લોકો કહે છે કે જો અમે પાછા ફરી મદીના જઇશું તો ઇઝઝતવાળા ત્યાંથી અપમાનિત લોકોને કાઢી મુકશે, સાંભળો ઇઝઝત તો ફકત અલ્લાહ માતે જ છે, તેના પયગંબર માટે અને ઇમાનવાળાઓ માટે છે, પરંતુ આ મુનાફિકો જાણતા નથી
9હે મુસલમાનો ! તમારૂ ધન અને તમારી સંતાન તમને અલ્લાહના સ્મરણથી વંચિત ન કરી દે અને જે આવું કરશે તે ખૂબ જ નુકસાનમાં હશે
10અને જે કંઇ પણ અમે તમને આપી રાખ્યું છે તેમાંથી (અમારા માર્ગમાં) તે પહેલા ખર્ચ કરો કે તમારા માંથી કોઇનું મૃત્યુ થઇ જાય તો તે કહેવા લાગે કે મારા પાલનહાર ! મને તું થોડાક સમયની છૂટ કેમ નથી આપતો ? કે હું સદકો કરું અને સદાચારી લોકોમાં થઇ જાઉ
11અને જ્યારે કોઇનો નક્કી કરેલ સમય આવી પહોંચે છે પછી તેને અલ્લાહતઆલા કદાપિ છુટ નથી આપતો અને જે કંઇ પણ તમે કરો છો તેને અલ્લાહ તઆલા ખૂબ જ સારી રીતે જાણનાર છે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath