ઇસ્લામ
પાછા

62. અલ-જુમુઆ

1(દરેક વસ્તુઓ) જે આકાશો અને ધરતી પર છે અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કરે છે, (જે) બાદશાહ, અત્યંત પવિત્ર (છે). વિજયી અને હિકમતવાળો છે

2તે જ છે જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા જે તેઓને આ (કુરઆન) ની આયતો સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ (કુરઆન) તથા હિકમત શિખવાડે છે, નિ:શંક તેઓ આ પહેલા ખુલ્લી પથભ્રષ્ટતામાં હતા

3અને બીજા માટે પણ તેમના માંથી જેઓ અત્યાર સુધી તેમને નથી મળ્યા, અને તે જ વિજયી અને હિકમતવાળો છે

4આ અલ્લાહની કૃપા છે જેના પર ઇચ્છે તેના પર પોતાની કૃપા કરે અને અલ્લાહ તઆલા ઘણી જ મોટી કૃપાઓનો માલીક છે

5જે લોકોને તોરાત નું અનુસરણ કરવાનું કહ્યું પછી તેઓએ તેનું અનુસરણ ન કર્યુ તેમનું ઉદાહરણ તે ગધેડા જેવી છે જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. અલ્લાહની વાતોને જુઠલાવવાવાળાઓ માટે ઘણું ખરાબ ઉદાહરણ છે. અને અલ્લાહ (આવી) અત્યાચારી કોમને માર્ગદર્શન આપતો નથી

6કહીં દો કે હે યહુદીઓ ! જો તમે એવું વિચારતા હોય કે બીજા સિવાય તમે અલ્લાહના દોસ્ત છો તો તમે મૃત્યુની ઇચ્છા કરો જો તમે સાચ્ચા હોય

7આ લોકો કદાપિ મૃત્યુની ઇચ્છા નહીં કરે, જે કાર્યો તેઓએ પોતાના હાથ વડેઆગળ મોકલ્યા છે. અને અત્યાચારીઓને ખૂબ જ જાણે છે

8કહીં દો કે જે મૃત્યુથી તમે ભાગતા ફરો છો તે તો તમને આવીને જ રહેશે, પછી તમે દરેક છુપી તથા ખુલ્લી (વાતો) નો જાણનાર (અલ્લાહ) ની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તે તમારા કરેલા દરેક કાર્યો બતાવી દેશે

9હે ઇમાનવાળાઓ ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના સ્મરણ તરફ ભાગો અને લે-વેચ છોડી દો, આ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે જો તમે જાણતા હોવ

10પછી જ્યારે નમાઝ પુરી થઇ જાય તો ધરતી પર ફેલાઇ જાવ અને અલ્લાહની કૃપાને શોધો અને વધારે માં વધારે અલ્લાહનું સ્મરણ કરતા રહો, જેથી તમે સફળતા મેળવી લો

11અને જ્યારે કોઇ સોદો થતા જોવે અથવા કોઇ તમાશો જોવે તો તેની તરફ ભાગે છે અને તમને ઉભા રહેલા છોડી દે છે, તમે કહીં દો કે અલ્લાહ પાસે જે છે તે રમત અને ધંધાથી ઉત્તમ છે અને અલ્લાહ તઆલા ઉત્તમ રોજી આપનાર છે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath