56. અલ-વાકિયા
1જ્યારે કયામત આવી પહોંચશે
2જેને થવામાં કંઇ જૂઠ નથી
3તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે
4જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે
5અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે
6પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે
7અને તમે ત્રણ જૂથોમાં થઇ જશો
8બસ ! જમણા હાથવાળા કેવા સારા હશે. જમણા હાથવાળા
9અને ડાબા હાથવાળાની શું દશા છે, ડાબા હાથવાળાની
10અને જે આગળવાળા છે તે તો આગળવાળા જ છે
11તે ખુબ જ નજીક રહેવાવાળા હશે
12નેઅમતોવાળી જન્નતોમાં છે
13(ખુબ જ મોટું) જૂથ તો આગળ રહેવાવાળાઓ નું હશે
14અને થોડાક પાછલા લોકો માંથી
15આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર
16એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે
17તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે
18પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી
19જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે
20અને એવા ફળો લઇને જે તેઓને મનગમતા હશે
21અને પંખીઓના ગોશ્ત જે તેઓને પસંદ હશે
22અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ
23જે છૂપાયેલા મોતીઓ જેવી હશે
24આ બદલો છે તેમના કર્મોનો
25ન ત્યાં ફાલતું વાત સાંભળશે અને ન તો પાપની વાત
26ફકત સલામ જ સલામની અવાજ હશે
27અને જમણા હાથવાળા કેટલા ઉત્તમ છે. જમણા હાથવાળાઓ
28તેઓ કાંટા વગર
29અને એક પછી એક ખૂંટા
30અને લાંબા લાંબા પડછાયા
31અને વહેતા પાણી
32અને ઘણા જ ફળોમાં
33જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે
34અને ઊંચા ઊંચા પાથરણા પર હશે
35અમે તેઓ (ની પત્નીઓને) ખાસ તરીકાથી બનાવી છે
36અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવી દીધી છે
37મોહબ્બત કરનારી અને સરખી વયો વાળી
38જમણા હાથવાળાઓ માટે છે
39ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે
40અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે
41અને ડાબા હાથવાળા, કેવા છે ડાબા હાથવાળા
42ગરમ હવા અને ગરમ પાણી માં (હશે)
43અને કાળા ધુમાડાના પડછાયામાં
44જે ન તો ઠંડો હશે અને ન તો ખુશ કરનારો
45નિ:શંક આ લોકો આ પહેલા ઘણા જ ઠાઠમાં હતા
46અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા
47અને કહેતા હતા શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો શું અમે પાછા બીજીવાર જીવિત કરવામાં આવીશું
48અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ
49તમે કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને
50જરૂરથી ભેગા કરી દેવામાં આવશે, એક નક્કી કરેલ દિવસે
51પછી તમે હે પથભ્રષ્ટો ! હે જૂઠલાવનારાઓ
52તમે જરૂરથી
53અને તેનાથી જ તમે પેટ ભરશો
54પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો
55પીવાવાળા પણ તરસ્યા ઊંટો જેવા
56કયામતના દિવસે તેઓની આ મહેમાની હશે
57અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી
58હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો
59શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા કરનાર અમે જ છે
60અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી
61કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તમને ફરીથી આ જગતમાં પણ પેદા કરી દઇએ જેની તમને કંઇ પણ ખબર નથી
62તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા
63હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો
64તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે
65જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ
66કે અમારા પર ભાર થઇ ગયો છે
67પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા
68હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો
69તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ
70જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું ઝેર બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા
71હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો
72તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે
73અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે
74બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો
75બસ ! હું સોગંદ ખાઉં છું તારાઓના પડવાના
76અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી સોગંદ છે
77નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે
78જે એક સુરક્ષિત પુસ્તકમાં છે
79તેને ફકત પવિત્ર લોકો જ અડી શકે છે
80આ જગતના પાલનહાર તરફથી અવતરિત કરેલું છે
81શું તમે આ વાતને સામાન્ય જાણો છો
82અને પોતાના ભાગમાં ફકત જુઠલાવવાનું જ નક્કી કર્યું છે
83બસ ! જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે
84અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો
85અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે નથી જોઇ શકતા
86બસ ! જો તમે કોઇના કહેવામાં નથી
87અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ
88બસ ! જે કોઇ અલ્લાહના દરબારમાં નજીક કરેલો હશે
89તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે
90અને જે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી છે
91તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ માંથી છે
92પરંતુ જો કોઇ જુઠલાવનારા પથભ્રષ્ટો માંથી છે
93તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની છે
94અને જહન્નમમાં જવાનું છે
95આ ખબર ખરેખર સાચી અને સત્ય છે
96બસ ! તું પોતાના મહાન પાલનહારના નામનું સ્મરણ કર
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath