ઇસ્લામ
પાછા

53. એન-નજમ

1સોગંદ છે તારાઓના જ્યારે તે પડે

2તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે

3અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે

4તે તો ફકત વહી છે જે ઉતારવામાં આવે છે

5(વહી ) ને તાકાતવર ફરિશ્તાએ શિખવાડ્યું છે

6જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો

7અને તે ઊંચા આકાશના કિનારા પર હતો

8પછી નજીક થયો અને ઉતરી આવ્યો

9બસ ! તે બે કમાનોના બરાબર જગ્યા રહી ગઇ. તેનાથી પણ ઓછી

10બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ

11હૃદયે જુઠું ન ઠેરવ્યુ જે કંઇ (પયગંબરે) જોયુ

12શું તમે ઝધડો કરો છો તેની સાથે ? જે (પયગંબર) જૂએ છે

13(જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા

14સિદરતુલ્ મુન્તહા પાસે

15તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે

16જ્યારે કે સિદરહને છુપાયેલી હતી, તે વસ્તુ જે છુપાવવામાં આવી રહી હતી

17ન તો નઝર હટી ન તો હદથી વધી

18નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી

19શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા

20અને મનાત્ જે ત્રીજા છે

21શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે

22આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે

23ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ (નામ) રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેઓના કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત અટકળો ઉપર પોતાની મનચાહત પાછળ પડેલા છે અને ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે સત્ય માર્ગદર્શન આવી પહોંચ્યું છે

24શું દરેક વ્યક્તિ જે ઇચ્છે તેને મળ્યું છે

25અલ્લાહના જ હાથમાં છે આ જગત અને તે જગત

26અને ઘણા ફરિશ્તાઓ આકાશોમાં છે જેઓની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ આ અલગ વાત છે કે અલ્લાહ તઆલા પોતાની ખુશી અને પોતાની ઇચ્છા પ્રમાણે જેને ઇચ્છે પરવાનગી આપી દે

27નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે

28જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાની કલ્પના જ કરી રહ્યા છે. અને નિ:શંક કલ્પના સત્ય સામે કંઇ કામ નથી આવતી

29તો તમે તેમનાથી મોઢું ફેરવી લો, જે અમારા સ્મરણથી મોઢું ફેરવે અને જેમની ઇચ્છા ફકત દૂન્યવી જીવન સિવાય કંઇ જ નથી

30આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે

31અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે

32તે લોકોને જેઓ મોટા ગુનાહોથી બચે છે અને અશ્ર્લિલતાથી પણ (તેઓને ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે

33શું તમે તેને જોયો જેણે મોઢું ફેરવી લીધું

34ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા

35શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે

36શું તેને તે વસ્તુની ખબર આપવામાં નથી આવી જે મૂસાના

37અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં હતું

38કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે

39અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે

40અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે

41પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે

42અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે

43અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે

44અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે

45અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે

46ટીપા વડે જ્યારે કે ટપકાવવામાં આવે છે

47અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે

48અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ ધન આપે છે

49અને એ કે તે જ તારાઓનો રબ છે

50અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે

51અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો

52અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા

53અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી

54પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ)

55બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ

56આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી

57કયામત નજીક આવી ગઇ

58અલ્લાહ સિવાય તેનો (નક્કી કરેલ સમય) જાહેર કરનાર કોઇ નથી

59બસ ! શું તમે આ વાતથી નવાઇ પામો છો

60અને હસો છો. રડતા નથી

61(પરંતુ) તમે રમી રહ્યા છો

62હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરો

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath