ઇસ્લામ
પાછા

52. અત-તુર

1સોગંદ છે તૂર (એક પર્વતનું નામ) ના

2અને લખવામાં આવેલ કિતાબના

3જે પાતળી ખાલ ઉપર (લખાયેલ) છે

4અને આબાદ ઘરના

5અને ઊંચી છતના

6અને ભડકાવવામાં આવેલ સમુદ્રના

7નિ:શંક તમારા પાલનહારની યાતના થઇને જ રહેશે

8તેને કોઇ રોકનાર નથી

9જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે

10અને પર્વતો ચાલવા લાગશે

11તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે

12જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે

13જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે

14આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા

15(હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી

16જાઓ, જહન્નમમાં હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે

17નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે

18જે તેમને તેમના પાલનહારે આપી છે તેનો આનંદ લઇ રહ્યા છે. અનેતેમના પાલનહારે તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લીધા છે

19તમે મસ્ત ખાતા પીતા રહો તે કાર્યોના બદલામાં જે તમે કરતા હતા

20ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ. અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દીધા છે

21જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, અમે તેમની સંતાનોને તેમના સુધી પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલા છે

22અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું

23મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો પાપ

24અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે. જેવા કે તેઓ મોતી હતા જે ઢાંકેલા રાખ્યા હતા

25અને અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે

26કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા

27બસ ! અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને ઝડપી ગરમ હવાઓની યાતનાથી બચાવી લીધા

28અમે પહેલાથી જ તેની બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુછે

29તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ

30શું ઇન્કારીઓ કહે છે કે આ કવિ છે ? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે

31કહીં દો ! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું

32શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ જ લોકો બળવાખોર છે

33શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે ? વાત એવી છે કે તે ઇમાન નથી લાવતા

34હાં ! જો આ લોકો સાચ્ચા હોય તો આના જેવી એક (જ) વાત તો લઇ આવે

35શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે

36શું તેમણે જ આકાશ અને ધરતીને પેદા કર્યા છે ? પરંતુ આ યકીન ન કરવાવાળાઓ છે

37અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે ? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે

38અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને આવ્યા છે ? (જો આવું જ છે) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે

39શું અલ્લાહ માટે તો પુત્રીઓ છે ? અને તમારા ત્યાં પુત્રો છે

40શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો ? જેથી આ લોકો તેના ભારથી દબાયેલા હોય

41શું તે લોકો પાસે અદ્રશ્યનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય

42શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે ? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે

43શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ (સાચ્ચો પૂજ્ય) છે ? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે

44જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે

45તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે

46જે દિવસે તેઓને તેમાની ચાલ કોઇ કામ નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે

47નિ:શંક અત્યાચારીઓ માટે આ સિવાય બીજી ઘણી યાતનાઓ પણ છે. પરંતુ તે લોકોમાં વધારે લોકો અભણ છે

48તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખો સામે સવારે જ્યારે ન ઉઠો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો

49અને રાત્રે પણ તેના નામનું સ્મરણ કરો અને તારાઓ આથમવાના સમયે પણ

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath