51. અધ-ધારિયત
1સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
2પછી ભાર ઉઠાવનારના
3પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ)
4પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)
5નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે
6અને નિ:શંક ન્યાય થશે
7સોગંદ છે વિવિધ રૂપોવાળા આકાશના
8નિ:શંક તમે વિવિધ વાતો કરો છો
9આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય
10નષ્ટ થાય અટકળો કરનારા
11જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે
12પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે
13હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે
14પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા
15નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે
16તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા
17તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા
18અને સહરી ના સમયે માફી માંગતા હતા
19અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો
20અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે
21અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી
22તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે
23આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો
24શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે
25તેઓ જ્યારે તેમની પાસે આવ્યા તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને કહ્યું આ તો) અજાણ્યા લોકો છે
26પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા
27અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા નથી
28પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી
29બસ ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ
30તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે ફરમાવ્યું છે. નિ:શંક તે તત્તવદર્શી અને જાણનાર છે
31(હઝરત ઇબ્રાહીમે) કહ્યું કે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ) તમારો શું હેતુ છે
32તેમણે જવાબ આપ્યો કે અમે દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે
33જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ
34જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે
35બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા
36અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું
37અને અમે ત્યાં તેમના માટે, જે દુ:ખદાયી યાતનાનો ડર રાખે છે એક નિશાની છોડી
38મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફ થી એક નિશાની છે) કે અમે તેને ફિરઓન તરફ ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા
39બસ ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે
40છેવટે અમે તેને અને તેના લશ્કરને અમારી યાતનામાં પકડી દરિયામાં નાખી દીધો અને તે હતો જ ઝાટકણીને લાયક
41આવી જ રીતે આદમાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો
42તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી
43અને ષમૂદ (ના કિસ્સા) માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો
44પરંતુ તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓને જોતજાતામાં (વાવાઝોડા) એ નષ્ટ કરી દીધા
45બસ ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો બદલો લઇ શક્યા
46અને નૂહની કોમને પણ આ પહેલા (આવી જ દશા થઇ હતી) તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી હતા
47આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે
48અને ધરતી ને અમે પાથરણું બનાવી દીધું છે. બસ ! અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે
49અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો
50બસ ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું
51અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ પૂજ્ય ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું
52આવી જ રીતે જે લોકો તેમના પહેલા હતા, તેઓની પાસે જે પણ પયગંબર આવ્યા તેઓએ કહીં દીધુ કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે
53શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે
54તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી
55અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે
56મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે
57ન હું તેઓથી રોજી ઇચ્છું છું અને ન તો મારી ઇચ્છા છે કે આ લોકો મને ખવડાવે
58અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડનાર, શક્તિમાન અને તાકાતવર છે
59બસ ! જે લોકોએ અત્યાચાર કર્યો છે તેઓને પણ તેઓના સાથીઓ માફક જ મળશે, જેથી તેઓ ઉતાવળ ન કરે
60બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું વચન તેમને આપવામાં આવ્યું છે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath