ઇસ્લામ
પાછા

50. કાફ

1કૉફ ! ખુબ જ પ્રભુત્વશાળી આ કુરઆનના સોંગદ છે

2પરંતુ તેઓને આશ્ર્ચર્ય થયું કે તેઓ પાસે તેમના માંથી જ એક સચેત કરનાર આવ્યો. તો ઇન્કારીઓ એ કહ્યુ કે આ એક વિચિત્ર વસ્તુ છે

3શું જ્યારે અમે મૃત્યુ પામ્યા પછી માટી થઇ જઇશું ? પછી આ પાછા ફરવાનું (સમજની બહાર) છે

4ધરતી જે કંઇ પણ તેમાંથી ઘટાડે છે તેને અમે જાણીએ છીએ, અને અમારી પાસે દરેક વસ્તુ યાદરાખનારૂ પુસ્તક છે

5પરંતુ તેઓએ સાચીવાતને જૂઠ ઠેરાવી છે, જ્યારે કે તે તેમની પાસે પહોંચી ગઇ, બસ ! તેઓ એક મૂંઝવણમાં પડી ગયા છે

6શું તેઓએ આકાશને પોતાની ઉપર નથી જોયું ? કે અમે તેને કેવી રીતે બનાવ્યું છે, અને શણગાર્યું છે, તેમાં કોઇ ફાટ નથી

7અને ધરતીને અમે પાથરી દીધી છે અને તેમાં અમે પહાડો નાખી દીધા છે, અને તેમાં અમે અલગ અલગ પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડી છે

8જેથી દરેક પાછા ફરનાર માટે જોવા અને સમજવા માટેનું કારણ બને

9અને અમે આકાશ માંથી બરકતવાળું પાણી વરસાવ્યું અને તેનાથી બગીચાઓ અને કાપવાવાળી ખેતીનું અનાજ પેદા કર્યુ

10અને ખજૂરોના ઊંચા ઊંચા વૃક્ષો જેમના ગુચ્છા એક પર એક છે

11બંદાઓની રોજી માટે અને અમે પાણી વડે મૃત શહેરને જીવિત કરી દીધુ, આવી જ રીતે (કબરો માંથી) નીકળવાનું છે

12આ પહેલા નૂહની કોમે અને રસવાળાઓએ (એક કોમનું નામ) અને ષમૂદીયોએ

13આદ અને ફિરઔને, અને લૂતના લોકોએ

14અને અયકહવાળાઓએ અને તુબ્બઅ ની કોમવાળાએ પણ જુઠલાવ્યુ હતું, સૌએ પયગંબરોને જૂઠલાવ્યા, બસ ! મારી યાતનાનું વચન તેઓ પર સાચુ થઇ ગયું

15શું અમે પ્રથમ વખત પેદા કરી થાકી ગયા ? પરંતુ આ લોકો નવા સર્જન વિશે શંકામાં છે

16અમે માનવીનું સર્જન કર્યુ છે અને તેઓના હૃદયોમાં જે વિચારો ઉત્પન્ન થાય છે તેને અમે જાણીએ છીએ અને અમે તેની ધોરી નસથી પણ વધુ નજીક છે

17જે સમયે બે લેનારા લઇ લે છે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ બેઠેલા છે

18(માનવી) મોં વડે કોઇ શબ્દ બોલી શકતો નથી પરંતુ તેની ઉપર બે દેખરેખ રાખનારા તૈયાર છે

19અને મૃતની બેહોશી સત્ય લઇને આવી પહોંચી, આ જ જેનાથી તું કતરાતો હતો

20અને સૂરમાં ફૂંક મારવામાં આવશે, યાતનાના વચનનો દિવસ આ જ છે

21અને દરેક વ્યક્તિ એવી રીતે આવશે કે તેની સાથે એક હાંકનાર અને એક શાક્ષી આપનાર

22નિ:શંક તમે તેનાથી બેદરકાર હતા, પરંતુ અમે તમારી સામેથી પરદોહટાવી લીધો, બસ ! આજે તારી નઝર ખુબ જ તેઝ છે

23તેની સાથે જે ફરિશ્તો છે તે કહેશે આ હાજર છે જે મારી પાસે હતું

24ધકેલી દો જહન્નમમાં દરેક ઇન્કારી પ્રથભ્રષ્ટ ને

25જે સદકાર્યોથી રોકનાર, હદ વટાવી જનાર અને શંકા કરનાર હતા

26જેણે અલ્લાહ સાથે બીજાને પૂજ્ય બનાવી રાખ્યા હતા, બસ ! તેને સખત યાતનામાં ધકેલી દો

27તેની સાથેનો (શૈતાન) કહેશે હે અમારા પાલનહાર મેં તેને પથભ્રષ્ટ નહતો કર્યો, પરંતુ આ પોતે જ ખુલ્લા ગેરમાર્ગે હતો

28(અલ્લાહ) કહેશે બસ ! મારી સામે ઝઘડવાની વાત ન કરો, હું તો પહેલાથી જ તમારી તરફ ચેતવણી (યાતનાનું વચન) મોકલી ચુકયો હતો

29મારી પાસે વાત બદલાતી નથી અને ન તો હું મારા બંદાઓ પર થોડોક પણ અત્યાચાર કરવાવાળો છું

30પછી હમે જહન્નમ થી પૂછીશું શું તું ભરાઇ ગઇ ? તે જવાબ આપશે, શું હજુ વધારે છે

31અને જન્નત સંયમરાખનાર માટે નજીક કરવામાં આવશે, થોડીક પણ દૂર નહી હોય

32આ તે છે જેનું વચન તમને આપવામાં આવતુ હતું, દરેક તે વ્યક્તિ માટે જે પાછો ફરનાર અને નિયંત્રણ રાખનાર હશે

33જે રહમાનથી વણદેખે ડરતો હોય અને તૌબા કરનારૂ હૃદય લાવ્યો હશે

34તમે આ જન્નતમાં સલામતી સાથે પ્રવેશ પામો, આ હંમેશા માટે નો દિવસ છે

35આ (લોકો) ત્યાં ઇચ્છશે, તેઓનું જ છે, (પરંતુ) અમારી પાસે ઘણું બધું છે

36અને આ પહેલા પણ અમે ઘણા સમૂદાયોને નષ્ટ કરી ચુકયા છે, જે આ લોકોથી હિમ્મતમાં ઘણી વધારે હતી

37આમાં હૃદયવાળા માટે શિખામણ છે, અને તેના માટે જે ધ્યાનધરીને સાંભળે અને તે હાજર હોય

38નિ:શંક અમે આકાશ અને ધરતી અને જે કંઇ તેઓની વચ્ચે છે સૌનું છ દિવસમાં સર્જન કરી દીધું અને અમે થાકયા પણ નહી

39બસ ! આ જે કંઇ પણ કહે છે તમે તેના પર ધીરજ રાખો અને પોતાના પાલનહારના નામનું સ્મરણ પ્રશંસા સાથે કરો, સુર્યોદય અને સુર્યાસ્ત પહેલા પણ

40અને રાતના કોઇ પણ સમયે સ્મરણ કરો અને નમાઝ પછી પણ

41અને સાંભળો કે જે દિવસ એક પોકારવાવાળો નજીકની જગ્યાએથી પોકારશે

42જે દિવસે તે સખત ચીસને નિશ્ર્ચિતપણે સાંભળી લેશે, આ દિવસ નીકળવાનો હશે

43અમે જ જીવિત કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ. અને અમારી જ પાસે પાછા ફરીને આવવાનું છે

44જે દિવસે ધરતી ફાટી પડશે અને આ દોડતા (નીકળી પડશે), આ ભેગા કરી દેવું અમારા માટે ખુબ જ સરળ છે

45આ લોકો જે કંઇ કહી રહ્યા છે અમે ખુબ જ સારી રીતે જાણીએ છીએ અને તમે તેઓના પર સમર્થ નથી, તો તમે કુરઆન વડે તેઓને સમજાવતા રહો, જે મારી યાતના (ચેતવણીનું વચન) થી ડરે છે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath