37. અસ-સફાત
1સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના
2પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના
3પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના
4નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે
5આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે
6અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું
7અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી
8મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે
9ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે
10પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે
11તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું
12પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે
13અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા
14અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે
15અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે
16શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે
17શું આપણા પહેલાના પૂર્વજોને પણ
18તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો
19તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે
20અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે
21આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા
22અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા
23(તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો
24અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે
25તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા
26પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા
27તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે
28કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા
29તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા
30અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા
31હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું
32બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા
33આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે
34અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ
35આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા
36અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ
37(ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે
38નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો
39તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા
40પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે)
41તેમના માટે જ નક્કી કરેલ રોજી છે
42(દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે
43નેઅમતો વાળી જન્નતોમાં
44આસનો પર એકબીજાની સામે હશે
45શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે
46જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે
47ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે
48અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે
49એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા
50(જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે
51તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો
52જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે
53શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે
54કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો
55જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે
56કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો
57જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત
58શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી
59પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે
60પછી તો આ ભવ્ય સફળતા છે
61આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ
62શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ
63જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે
64નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે
65જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે
66(જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે
67પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે
68પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે
69નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા
70અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા
71તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા
72જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા
73હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ
74અલ્લાહના નિકટના બંદાઓ સિવાય
75અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે
76અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા
77અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા
78અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું
79નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે
80અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ
81તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
82પછી અમે બીજાને ડુબાડી દીધા
83અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા
84જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા
85તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો
86શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો
87તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો
88હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી
89અને કહ્યું કે હું બિમાર છું
90આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા
91(ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા
92તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા
93પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા
94તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા
95(ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો
96જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું
97તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો
98તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા
99અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે
100હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ
101તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી
102પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો
103જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો
104તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ
105ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ
106ખરેખર આ ખુલ્લી કસોટી હતી
107અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી
108અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું
109ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે
110અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
111નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
112અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે
113અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે
114નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો
115અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો
116અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા
117અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી
118અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા
119અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી
120કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ
121નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
122નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
123નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા
124જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી
125શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો
126અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે
127પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે
128અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય
129અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું
130ઇલ્યાસ પર સલામ
131અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ
132નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા
133નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા
134અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો
135તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ
136પછી અમે બીજાને નષ્ટ કરી દીધા
137અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો
138અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા
139અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા
140જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા
141પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા
142તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા
143બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા
144તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા
145બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા
146અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું
147અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા
148બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું
149તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે
150અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું
151જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે
152કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે
153શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી
154તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો
155શું તમે સમજતા પણ નથી
156અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે
157તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો
158અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે
159જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે
160અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય
161ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો
162કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા
163જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય
164(ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે
165અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે
166અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે
167ઇન્કાર કરનાર કહેતા હતા
168કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું
169તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં
170પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે
171અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે
172કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે
173અને અમારું જ લશ્કર વિજય મેળવશે
174હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો
175અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે
176શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે
177સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા
178તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો
179અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે
180પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે
181પયગંબરો પર સલામ છે
182અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath