23. અલ-મુમીનૂન
1નિ:શંક ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી
2જેઓ પોતાની નમાઝોને ખુશુઅ (એકાગ્રતા) સાથે પઢે છે
3જેઓ બકવાસ વાતોથી મોઢું ફેરવી દે છે
4જેઓ ઝકાત આપનારા છે
5જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરવાવાળા છે
6પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી
7જેઓ આ સિવાય બીજું ઇચ્છે છે તે જ હદ વટાવી દેનાર છે
8જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે
9જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે
10આ જ લોકો વારસદાર છે
11જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે
12નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું
13પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું
14પછી ટીપાને અમે જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર અમે માંસ ચઢાવી દીધું, પછી બીજી બનાવટમાં તેનું સર્જન કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે
15ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો
16પછી, નિ:શંક કયામતના દિવસે તમને સૌને ઉઠાડવામાં આવશે
17અમે તમારા ઉપર સાત આકાશો બનાવ્યા અને અમે સર્જનથી બેદરકાર નથી
18અમે એક પ્રમાણ મુજબ આકાશ માંથી પાણી વરસાવીએ છીએ, પછી તેને ધરતીમાં રોકી લઇએ છીએ અને અમે તેને લઇ જવા પર ખરેખર શક્તિ ધરાવીએ છીએ
19તે જ પાણી વડે અમે તમારા માટે ખજૂરો અને દ્રાક્ષના બગીચાઓ ઉપજાવીએ છીએ, જેથી તમારા માટે તેમાં ઘણા પ્રકારના ફળો હોય છે, તેમાંથી જ તમે ખાઓ પણ છો
20અને તે વૃક્ષ, જે તૂરે સૈના પર્વત પરથી નીકળે છે, જે તેલ વિસર્જિત કરે છે અને ખાવાવાળાઓ માટે સૂપ છે
21તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે, તેમના પેટ માંથી અમે તમને દૂધ પીવડાવીએ છીએ અને બીજા ઘણા ફાયદાઓ તમારા માટે તેમાં છે, તેમાંથી કેટલાંક ને તમે ખાઓ પણ છો
22અને તેમના પર અને હોડીઓમાં સવારી કરો છો
23નિ:શંક અમે નૂહ અ.સ.ને તેમની કોમ તરફ પયગંબર બનાવી અવતરિત કર્યા. તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો અને તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, શું તમે (તેનાથી) ડરતા નથી
24તેમની કોમના ઇન્કાર કરનારા આગેવાનોએ સ્પષ્ટ કહી દીધું કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે, આતો તમારા પર હોદ્દો ઇચ્છે છે, જો અલ્લાહની આ ઇચ્છા હોત તો કોઈ ફરિશ્તાને અવતરિત કરતો. અમે તો આ વિશે અમારા પૂર્વજોના સમયમાં સાંભળ્યુ જ નથી
25નિ:શંક આ વ્યક્તિ પાગલ છે, બસ ! તમે તેને એક સમય સુધી મહેતલ આપો
26નૂહ અ.સ.એ દુઆ કરી, હે મારા પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર
27તો અમે તેમની તરફ વહી અવતરિત કરી કે તમે અમારી આંખો સમક્ષ અમારી વહી પ્રમાણે એક હોડી બનાવો, જ્યારે અમારો આદેશ આવી જાય અને તન્નુર ઉભરાઇ જાય, તો તમે દરેક પ્રકારની એકએક જોડ તેમાં મૂકી દો અને પોતાના ઘરવાળાઓને પણ, પરંતુ તે લોકો સિવાય, જેમના વિશે અમારી વાત પહેલા થઇ ગઇ છે, ખબરદાર જે લોકોએ અત્યાચાર કર્યો છે તેમના વિશે મારી સાથે કંઇ વાતચીત ન કરતા. તે સૌને ડુબાડવામાં આવશે
28જ્યારે તમે અને તમારા મિત્રો હોડીમાં શાંતિથી બેસી જાવ તો કહેજો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે અમને અત્યાચારી લોકોથી છૂટકારો આપ્યો
29અને કહેજો કે હે મારા પાલનહાર ! મને બરકતની સાથે ઉતાર, અને તું જ ઉતારવા માટે શ્રેષ્ઠ છે
30ખરેખર આમાં મોટી મોટી નિશાનીઓ છે અને અમે નિ:શંક કસોટી કરવાવાળા છે
31ત્યાર પછી અમે ઘણી કૌમોનું સર્જન કર્યું
32પછી તે લોકો માંથી પયગંબર પણ મોકલ્યા, જેથી તમે સૌ અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, તમે કેમ ડરતા નથી
33અને કોમના સરદારોએ જવાબ આપ્યો, જેઓ ઇન્કાર કરતા હતાં અને આખેરતની મુલાકાતને જુઠલાવતા હતાં અને અમે તે લોકોને દુનિયાના જીવનમાં સમૃદ્ધ બનાવ્યા હતાં, (તેઓએ કહ્યું) કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે. તમારા જેવો જ ખોરાક આ પણ ખાય છે અને તમારા પીવા માટેના પાણીને પણ તેઓ પીવે છે
34જો તમે પોતાના જેવા જ માનવીનું અનુસરણ કરવા લાગ્યા, તો નિ:શંક તમે ખૂબ નુકસાન ઉઠાવનારા બનશો
35શું તે તમને આ વાતનું વચન આપે છે કે જ્યારે તમે મૃત્યુ પામી ફક્ત માટી અને હાડકા રહી જશો, તો તમે પાછા જીવિત કરવામાં આવશો
36નહીં, નહીં દૂર અને ઘણું જ દૂર છે તે, જેનું તમને વચન આપવામાં આવે છે
37(જીવન) તો ફક્ત દુનિયાનું જીવન છે, આપણે મૃત્યુ પામીએ છીએ અને જીવિત થઇએ છીએ. અને એવું નથી કે આપણે પાછા જીવિત કરવામાં આવીશું
38આ તો બસ ! એવો વ્યક્તિ છે, જેણે અલ્લાહ પર જુઠાણું બાંધ્યું, અમે તો આ વ્યક્તિ પર ઈમાન લાવવાના નથી
39પયગંબરે દુઆ કરી કે પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર
40જવાબ આપ્યો કે આ લોકો તો નજીક માંજ પોતાના કર્મો પર દિલગીરી વ્યક્ત કરશે
41છેવટે ન્યાય પ્રમાણે ચીસે (ડરામણા અવાજે) તેમને પકડી લીધા અને અમે તે લોકોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા, બસ ! અત્યાચારીઓ માટે દૂરી છે
42ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું
43ન તો કોઈ કોમ પોતાના સમયથી આગળ વધી અને ન તો પાછળ રહી ગઇ
44પછી અમે એક-પછી એક પયગંબરોને અવતરિત કરતા રહ્યા, જ્યારે પણ જે કોમ પાસે તેમના પયગંબર આવ્યા, તેમને જુઠલાવ્યા, બસ ! અમે એકને બીજા પાછળ લગાવી દીધા અને તે લોકોને નવલકથા બનાવી દીધા. તે લોકો માટે દૂરી છે, જેઓ ઈમાન નથી લાવતા
45પછી અમે મૂસા અ.સ. અને તેમના ભાઇ હારૂન અ.સ.ને પોતાની આયતો અને સ્પષ્ટ પુરાવા સાથે અવતરિત કર્યા
46ફિરઔન અને તેના લશ્કરો તરફ, બસ ! તે લોકોએ ઘમંડ કર્યું અને તે લોકો વિદ્રોહી જ હતાં
47કહેવા લાગ્યા કે શું અમે આપણા જેવા બે વ્યક્તિઓ પર ઈમાન લાવીએ ? જો કે તેમની કોમ પોતે (પણ) અમારી દેખરેખ હેઠળ છે
48બસ ! તે લોકોએ તે બન્નેને જુઠલાવ્યા, છેવટે તે લોકો પણ નષ્ટ થયેલાઓ માંથી થઇ ગયા
49અમે મૂસા અ.સ.ને કિતાબ પણ આપી, જેથી લોકો સત્ય માર્ગ પર આવી જાય
50અમે મરયમના દીકરા અને તેની માતાને એક નિશાની બનાવ્યા અને તે બન્નેને ઉચ્ચ, સ્વચ્છ અને રહેવા લાયક, અને વહેતા પાણીવાળી જગ્યા પર શરણ આપ્યું
51હે પયગંબરો ! હલાલ વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું
52નિ:શંક આ તમારો દીન એક જ દીન છે અને હું જ તમારા સૌનો પાલનહાર છું, બસ ! તમે મારાથી ડરતા રહો
53પછી તે લોકોએ પોતે (જ) પોતાના આદેશ (દીન)ના અંદરોઅંદર ટૂકડે ટૂકડા કરી દીધા, દરેક જૂથ જે કંઇ તેમની પાસે છે, તેના પર જ ઇતરાઇ રહ્યો છે
54બસ ! તમે (પણ) તેમને વિદ્રોહ માટે થોડોક સમય આપી દો
55શું આ લોકો એમ સમજી બેઠા છે કે અમે જે કંઇ પણ તેમનું ધન અને સંતાનમાં વધારો કરી રહ્યા છે, (તે તેમને ફાયદો પહોંચાડશે)
56તેઓ પોતાના માટે ભલાઇઓમાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ આ લોકો સમજતા જ નથી
57નિ:શંક જે લોકો પોતાના પાલનહારના ગુસ્સાથી ડરે છે
58અને જે પોતાના પાલનહારની આયતો પર ઈમાન ધરાવે છે
59અને જે લોકો પોતાના પાલનહાર સાથે કોઈને ભાગીદાર નથી બનાવતા
60અને જે લોકો આપે છે અને જે કંઇ પણ આપે છે અને તે લોકોના હૃદય કાંપે છે કે તેઓ પોતાના પાલનહાર તરફ પાછા ફરવાના છે
61આ જ તે લોકો છે, જેઓ ઝડપથી ફાયદો પ્રાપ્ત કરી રહ્યા છે અને આ જ તે લોકો છે, જે તેની તરફ દોડે છે
62અમે કોઈ જીવને તેની તાકાત કરતા વધારે તકલીફ નથી આપતા અને મારી પાસે એવી કિતાબ છે જે સત્ય વાત કરે છે, તેમના પર સહેજ પણ અત્યાચાર કરવામાં નહીં આવે
63પરંતુ તેમના હૃદય આ વિશે બેદરકાર છે અને તેમના માટે આ સિવાય પણ ઘણા કાર્યો છે, જેમને તેઓ કરવાવાળા છે
64ત્યાં સુધી કે અમે તેમના સુખી લોકોને યાતનામાં પકડી લીધા, તો તે ભાગદોડ કરવા લાગ્યા
65આજે ન ભાગો, ખરેખર અમારી વિરુદ્ધ તમારી મદદ કરવામાં નહીં આવે
66મારી આયતો તો તમારી સમક્ષ પઢવામાં આવતી હતી, તો પણ તમે પોતાની એડી પર ઊંધા ભાગતા હતાં
67ઘંમડ કરતા, નવલકથા કહેતા, તેને છોડી દેતા હતાં
68શું તે લોકોએ એ વાત વિશે ન વિચાર્યું ? પરંતુ તેમની પાસે તે વસ્તુ આવી, જે તેમના પૂર્વજો પાસે નહતી આવી
69અથવા, તે લોકોએ પોતાના પયગંબરને ન ઓળખ્યા, કે તેના ઇન્કાર કરનારા બની બેઠા છે
70અથવા આ લોકો કહે છે કે પાગલ છે ? પરંતુ તે તો તેમના માટે સત્ય લાવ્યા છે, હાં ! તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતથી ચીડાય છે
71જો સત્ય જ તેમની મનેચ્છાઓને આધિન થઇ જાય, તો ધરતી અને આકાશ અને તેની વચ્ચેની દરેક વસ્તુ અસ્ત-વ્યસ્ત થઇ જાય, સત્ય તો એ છે કે અમે તેમને તેમના માટે શિખામણ પહોંચાડી દીધી, પરંતુ તેઓ પોતાની શિખામણ થી મોઢું ફેરવનાર છે
72શું તમે તેમની પાસેથી કોઈ મહેનતાણું ઇચ્છો છો ? યાદ રાખો કે તમારા પાલનહારનું મહેનતાણું ઘણું જ ઉત્તમ છે અને તે બધા કરતા ઉત્તમ રોજી આપનાર છે
73નિ:શંક તમે તો તેમને સત્ય માર્ગ તરફ બોલાવો છો
74નિ:શંક જે લોકો આખેરત પર ઈમાન નથી ધરાવતા તે સત્ય માર્ગથી હટી જનારા છે
75અને જો અમે તેમના પર દયા કરીએ અને તેમની તકલીફોને દૂર કરી દઇએ, તો આ લોકો તો પોતાના વિદ્રોહમાં અડગ રહી વધારે પથભ્રષ્ટ થવા લાગ્યા
76અને અમે તે લોકોની પકડ યાતના દ્વારા કરી, તો પણ આ લોકો પોતાના પાલનહાર સામે ન ઝૂક્યા અને ન તો આજીજી કરી
77ત્યાં સુધી કે જ્યારે અમે તે લોકો માટે સખત યાતનાનો દ્વાર ખોલી નાખ્યો, તો તે જ સમયે તરત જ નિરાશ થઇ ગયા
78તે અલ્લાહ છે, જેણે તમારા માટે કાન અને આંખો અને હૃદય બનાવ્યા, પરંતુ તમે ઘણો ઓછો આભાર માનો છો
79અને તે (અલ્લાહ) જ છે, જેણે તમારું સર્જન કરી ધરતી પર ફેલાવી દીધા અને તેની જ તરફ તમે ભેગા કરવામાં આવશો
80અને આ તે જ છે, જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે. અને રાત- દિવસની ફેરબદલીનો વ્યવસ્થાપક તે જ છે, શું તમે સમજતા નથી
81પરંતુ તે લોકોએ પણ આવી જ વાત કરી, જે પહેલાના લોકો કહેતા આવ્યા છે
82કે શું જ્યારે અમે મૃત્યુ પામી માટી અને હાડકા થઇ જઇશું, શું તો પણ અમને ઉઠાવવામાં આવશે
83અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આ વચન આપવામાં આવી રહ્યું છે, કંઇ નહીં, આ તો આગળના લોકોની વાર્તાઓ છે
84પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોની છે ? જણાવો જો જાણતા હોય તો
85તરત જ જવાબ આપશે કે “અલ્લાહ”. કહી દો કે પછી તમે શિખામણ કેમ પ્રાપ્ત નથી કરતા
86પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે
87તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે કેમ નથી ડરતા
88સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે ? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો
89આ જ જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર ક્યાંથી જાદુ કરી દેવામાં આવે છે
90સત્યતો એ છે કે અમે તેમની સમક્ષ સત્ય વાત પહોંચાડી દીધી અને આ લોકો ખરેખર જૂઠા છે
91ન તો અલ્લાહએ કોઈને દીકરો બનાવ્યો અને ન તો તેની સાથે કોઈ પૂજ્ય છે, નહિતો દરેક પૂજ્ય પોતાના સર્જનને લઇને ફરતો અને દરેક એકબીજા પર ચઢી બેસતા, જે ગુણો આ લોકો જણાવી રહ્યા છે, તેનાથી અલ્લાહ પવિત્ર છે
92તે હાજર અને અદૃશ્ય બન્નેને જાણે છે અને જે શિર્ક આ લોકો કરી રહ્યા છે, તેનાથી તે પવિત્ર છે
93તમે દુઆ કરો, હે મારા પાલનહાર ! તું મને તે જણાવ, જેનું વચન તે લોકોને કરવામાં આવી રહ્યું છે
94હે મારા પાલનહાર ! તું મને તે અત્યાચારીઓના જૂથમાં ન કરીશ
95અમે જે કંઇ વચન તેમને આપી રહ્યા છીએ, તે બધું જ તમને બતાવી દેવા ખરેખર સક્ષમ છીએ
96દુષ્કર્મને તે રીતે દૂર કરો, જે ખરેખર શ્રેષ્ઠ રીત હોય, જે કંઇ આ લોકો વાતો કરી રહ્યા છે, તેને અમે સારી રીતે જાણીએ છીએ
97અને દુઆ કરો કે, હે મારા પાલનહાર ! હું શેતાનના વસવસાથી તારું શરણ ઇચ્છું છું
98અને હે પાલનહાર ! હું તારા શરણમાં આવું છું કે તે (શેતાન) મારી પાસે આવી જાય
99ત્યાં સુધી કે જ્યારે તેમના માંથી કોઈનું મૃત્યુ આવી પહોંચે છે, તો કહે છે હે મારા પાલનહાર ! મને પાછો (દુનિયામાં) મોકલી દે
100કે પોતાની છોડેલી દુનિયામાં જઇ સત્કાર્યો કરી લઉં, આવું ક્યારેય નહીં થાય આ તો ફક્ત એક વાત છે, જે આ લોકો કહી રહ્યા છે, તેમની પાછળ તો એક પડદો છે, તેમના બીજી વખત જીવિત થવા સુધી
101બસ ! જ્યારે સૂર ફૂંકી દેવામાં આવશે, તે દિવસે ન તો સંબંધો રહેશે, ન એક-બીજાની વાતચીત
102જેમના ત્રાજવાનું પલડું ભારે હશે, તે સફળ થનારા હશે
103અને જે લોકોના ત્રાજવાનું પલડું હલકું થઇ ગયું, આ તે લોકો છે, જેમણે પોતાનું નુકસાન પોતે જ કરી લીધું. જે હંમેશા માટે જહન્નમવાળા થયા
104તેમના મોઢાઓ પર આગ સળગતી રહેશે અને ત્યાં તેમના ચહેરા ખરાબ થઇ જશે
105શું મારી આયતો તમારી સમક્ષ પઢવામાં નહતી આવતી ? તો પણ તમે તેને જુઠલાવતા હતાં
106કહેશે કે હે પાલનહાર ! અમારી ખરાબી અમારા પર છવાઇ ગઇ, (ખરેખર) અમે પથભ્રષ્ટ જ હતાં
107હે અમારા પાલનહાર ! અમને અહીંયાથી છૂટકારો આપ, જો હજુ પણ અમે આવું જ કરીએ તો, નિ:શંક અમે અત્યાચારી છે
108અલ્લાહ તઆલા કહેશે કે ધૃત્કારેલા અહીંયા જ પડ્યા રહો અને મારી સાથે વાત ન કરો
109મારા બંદાઓનું એક જૂથ હતું, જે સતત એવું કહેતા રહ્યા કે હે અમારા પાલનહાર ! અમે ઈમાન લાવી ચૂક્યા, તું અમને માફ કરી દે. અને અમારા પર દયા કર, તું દરેક દયાવાન લોકોથી સૌથી વધુ દયાળુ છે
110(પરંતુ) તમે તેની મશ્કરી જ કરતા રહ્યા, ત્યાં સુધી કે તમે મને ભૂલી ગયા અને તમે તેની સાથે મશ્કરી જ કરતા રહ્યા
111મેં આજે તેમને તેમની ધીરજનો બદલો આપી દીધો છે કે તેઓ છેવટે સફળ થઇ ગયા
112અલ્લાહ તઆલા પૂછશે કે તમે ધરતી પર વર્ષની ગણતરી પ્રમાણે કેટ્લું રહ્યા
113તેઓ કહેશે કે એક દિવસ અથવા એક દિવસ કરતા પણ ઓછું, ગણતરી કરનારાઓને પણ પૂછી લો
114અલ્લાહ તઆલા કહેશે કે ખરેખર તમે ત્યાં ઘણું જ ઓછું રહ્યા છો, હે કાશ ! તમે આને પહેલાથી જ જાણી લેતા
115શું તમે એવું માનો છો કે અમે તમારું સર્જન અમસ્તા જ કર્યું છે. અને એ કે તમે અમારી તરફ પાછા ફેરવવામાં જ નહીં આવો
116અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે
117જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા પૂજ્યને પોકારે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, નિ:શંક ઇન્કાર કરનારાઓને છૂટકારો નહીં મળે
118અને કહી દો કે હે મારા પાલનહાર ! તું મને માફ કરી દે અને મારા પર દયા કર અને તું સૌ દયાવાન કરતા વધુ દયાળુ છે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath