ઇસ્લામ
પાછા

21. અલ-અંબિયા

1લોકોના હિસાબનો સમય નજીક આવી ગયો, તો પણ તેઓ અજાણ બની મોઢું ફેરવી રહ્યા છે

2તેમની પાસે તેમના પાલનહાર તરફથી જે પણ નવી નવી શિખામણ આવે છે તેને તેઓ રમત-ગમતમાં સાંભળે છે

3તેમના હૃદય તદ્દન બેદરકાર છે અને તે અત્યાચારીઓએ ધીરેધીરે વાતો કરી કે તે તમારા જેવો જ માનવી છે, તો શું કારણ છે કે તમે નરી આંખે જાદુ સમજો છો

4પયગંબરે કહ્યું, મારો પાલનહાર તે દરેક વાતને, જે ધરતી અને આકાશમાં છે ખૂબ સારી રીતે જાણે છે, તે ખૂબ જ સાંભળનાર અને જાણનાર છે

5એટલું જ નહીં પરંતુ તેઓ કહે છે કે આ કુરઆન, અલગ-અલગ સપનાનો સંગ્રહ છે, પરંતુ તેણે પોતે ઘડી કાઢ્યું છે, પરંતુ આ તો કવિ છે. નહીં તો અમારી સામે આ કોઈ એવી નિશાની લાવી બતાવતો જેવું કે આગળના પયગંબરોને (નિશાનીઓ) લઇને મોકલવામાં આવ્યા હતાં

6તે લોકોથી પહેલા જેટલી વસ્તીઓને અમે નષ્ટ કરી, સૌ ઈમાનવાળા ન હતાં, તો શું હવે આ લોકો ઈમાન લાવશે

7તમારા પહેલા પણ જેટલા પયગંબરો અમે મોકલ્યા, તે સૌ પુરુષ હતાં, જેમની તરફ અમે વહી અવતરિત હતાં, બસ ! તમે કિતાબવાળાને પૂછી લો જો તમે પોતે ન જાણતા હોય

8અમે તે લોકોના એવા શરીર નહતાં બનાવ્યા કે તે ખોરાક ન લે અને ન તો તેઓ હંમેશા રહેવાવાળા હતાં

9પછી અમે તેમની સાથે કરેલા બધા વચનોને પૂરા કર્યા, તેમને અને જે લોકોને અમે ઇચ્છ્યું માફ કરી દીધા અને હદ વટાવી જનારને નષ્ટ કરી દીધા

10નિ:શંક અમે તમારી તરફ કિતાબ અવતરિત કરી છે, જેમાં તમારા માટે શિખામણ છે, શું તો પણ તમે સમજતા નથી

11અને ઘણી વસ્તીઓ અમે નષ્ટ કરી દીધી જે અત્યાચારી હતી અને ત્યાર પછી અમે બીજી કોમને લઇ આવ્યા

12જ્યારે તે લોકો અમારી યાતનાથી ચેતી ગયા તો તેનાથી ભાગવા લાગ્યા

13ભાગદોડ ન કરો અને જ્યાં તમને ખુશહાલી આપવામાં આવી હતી, ત્યાં જ તમે પાછા ફરો અને પોતાના ઘરો તરફ જાઓ, જેથી તમને સવાલ તો કરીએ

14કહેવા લાગ્યા અફસોસ ! અમારી ખરાબી ! નિ:શંક અમે અત્યાચારી હતાં

15પછી તેઓ આ પ્રમાણે જ વાત કરતા રહ્યા, ત્યાં સુધી કે અમે તે લોકોને મૂળથી ઉખાડેલી ખેતી અને હોલવાઇ ગયેલી આગ જેવા કરી દીધા

16અમે આકાશ અને ધરતી તથા તેમની વચ્ચેની વસ્તુઓને રમતા રમતા નથી બનાવી

17જો અમે આમ જ રમત-ગમતની ઇચ્છા કરતા તો તેને પોતાની પાસે જ બનાવી લેતા, જો અમે કરવા ઇચ્છતા તો

18પરંતુ અમે સત્યને જુઠ પર ફેકી દઇએ છીએ, બસ ! સત્ય જુઠનુ માથું તોડી નાખે છે અને તે જ સમયે નષ્ટ થઇ જાય છે, તમે જે વાતો ઘડો છો તે તમારા માટે નુકસાનનું કારણ છે

19આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે, તે અલ્લાહનું જ છે અને જે તેની પાસે છે, તે તેની બંદગીથી ન વિદ્રોહ કરે છે અને ન તો થાકે છે

20તે રાત-દિવસ અલ્લાહના નામનું સ્મરણ કરે છે અને થોડીક પણ આળસ નથી કરતા

21શું તે લોકોએ ધરતી (ના સર્જન) માંથી જે લોકોને પૂજ્ય બનાવી રાખ્યા છે, તે જીવિત કરી શકે છે

22જો આકાશ અને ધરતીમાં અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય હોત તો આ બન્ને અસ્ત-વ્યસ્ત થઇ જાત, બસ ! અલ્લાહ તઆલા-અર્શનો પાલનહાર, તે દરેક ગુણોથી પવિત્ર છે જે આ મુશરિકો કહે છે

23તે પોતાના કાર્યો માટે જવાબદાર નથી અને બધા જ (તેની સામે) જવાબદાર છે

24શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજાને પૂજ્યો બનાવી રાખ્યા છે, તેમને કહીદો કે લાઓ, પોતાના પુરાવા રજુ કરો. આ છે મારી કિતાબ અને આગળના લોકોના પુરાવા, વાત એવી છે કે તેમના માંથી વધારે પડતા લોકો સત્ય નથી જાણતા, એટલા માટે મોઢું ફેરવી રહ્યા છે

25તમારાથી પહેલા પણ જે પયગંબર અમે મોકલ્યા તેની તરફ આ જ વહી અવતરિત કરી કે મારા સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, બસ ! તમે સૌ મારી જ બંદગી કરો

26(મુશરિક લોકો) કહે છે કે રહમાનને સંતાન છે, (ખોટું છે) તે પવિત્ર છે, પરંતુ તે બધા તેના પ્રતિષ્ઠિત બંદાઓ છે

27કોઈ વાતમાં અલ્લાહની અવજ્ઞા નથી કરતા, પરંતુ તેના આદેશનું સંપૂર્ણ રીતે પાલન કરે છે

28તે તેમના આગળ-પાછળના દરેક કાર્યોને જાણે છે, તે કોઈના માટે ભલામણ નથી કરતા, સિવાય તે લોકોની જેમનાથી અલ્લાહ રાજી છે, તે તો પોતે જ અલ્લાહના ડરથી ભયભીત છે

29તેમના માંથી જો કોઈ કહી દે અલ્લાહ સિવાય હું બંદગીને લાયક છું તો અમે તેને જહન્નમની યાતના આપીશું, અમે અત્યાચારીઓને આવી જ રીતે યાતના આપીએ છીએ

30શું ઇન્કાર કરનાર લોકોએ એવું નથી જોયું કે આકાશ અને ધરતી એક-બીજા સાથે જોડાયેલા હતાં, પછી અમે તે બન્નેને અલગ કર્યા, અને દરેક જીવિત વસ્તુનું સર્જન અમે પાણી વડે કર્યું, છતાં પણ આ લોકો ઈમાન નથી લાવતા

31અને અમે ધરતી પર પર્વત બનાવી દીધા, જેથી તે સર્જનને હલાવી ન શકે અને અમે તેમાં પહોળા માર્ગ બનાવી દીધા, જેથી તે માર્ગદર્શન મેળવી શકે

32આકાશને સુરક્ષિત છત અમે જ બનાવ્યું, પરંતુ લોકો તેની કુદરતની નિશાનીઓ પર ધ્યાન જ નથી ધરતા

33તે જ અલ્લાહ છે, જેણે રાત અને દિવસનું તથા સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યું, તે દરેક પોતાના ક્ષેત્રમાં ફરે છે

34તમારાથી પહેલા કોઈ પણ મનુષ્યને અમે હંમેશાનું (જીવન) નથી આપ્યું, જો તમે મૃત્યુ પામ્યા તો શું તેઓ હંમેશા માટે રહેશે

35દરેક સજીવ મૃત્યુનો સ્વાદ ચાખશે, અમે કસોટી માટે તમારા માંથી દરેકને બુરાઇ અને ભલાઇનું માર્ગદર્શન આપીએ છીએ. અને તમે સૌ અમારી તરફ જ પાછા ફેરવવામાં આવશો

36આ ઇન્કાર કરનારાઓ તમને જ્યારે પણ જુએ છે તો તમારી મશ્કરી કરે છે, કહે છે કે શું આ જ છે જે તમારા પૂજ્યોનું ખરાબ વર્ણન કરે છે અને તે પોતે જ રહમાનની યાદના તદ્દન ઇન્કાર કરનારા છે

37માનવી ઉતાવળું સર્જન છે, હું તમને મારી નિશાનીઓ હમણા જ બતાવીશ, તમે મારી સામે ઉતાવળ ન કરો

38કહે છે કે જો સાચા છો તો જણાવો કે આ વચન ક્યારે પૂરું થશે

39કદાચ કે આ ઇન્કાર કરનારાઓ જાણતા હોત કે તે સમયે ન તો આ ઇન્કાર કરનારાઓ આગને પોતાના મોઢા પરથી હટાવી શકશે અને ન પોતાની પીઠ ઉપરથી અને ન તેમની મદદ કરવામાં આવશે

40(હાં-હાં) વચનનો સમય તેમની પાસે અચાનક આવી પહોંચશે અને તેમને આશ્ચર્ય ચકિત કરી દેશે, પછી ન તો આ લોકો તેને ટાળી શકશે અને ન તો તેમને થોડીક પણ મહેતલ આપવામાં આવશે

41અને તમારા પહેલાના પયગંબરોની મશકરી કરવામાં આવી હતી, બસ ! મશકરી કરનારને તે વસ્તુએ ઘેરાવમાં લઇ લીધી જેની તેઓ મશકરી કરતા હતાં

42તેમને સવાલ કરો કે રહમાન વગર, દિવસ-રાત તમારી સુરક્ષા કોણ કરી શકે છે ? વાત એવી છે કે આ લોકો પોતાના પાલનહારના સ્મરણથી ફરી ગયેલા છે

43શું અમારા સિવાય તેમના બીજા પૂજ્યો છે જે તેઓને મુસીબતથી બચાવી શકે, કોઈ પણ પૂજ્ય પોતાની મદદ નથી કરી શકતો અને ન તો કોઈ અમારી તરફથી તેમની મદદ કરશે

44પરંતુ અમે તે લોકોને અને તેમના પૂર્વજોને જીવન જીવવા માટે સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની ઉંમરનો સમય પસાર થઇ ગયો, શું તે લોકો નથી જોતા કે અમે ધરતીને તેના કિનારા પાસેથી ઓછી કરીએ છીએ, હવે શું તે લોકો પ્રભુત્વશાળી છે

45કહી દો કે હું તો તમને અલ્લાહની વહી દ્વારા સચેત કરી રહ્યો છું પરંતુ બહેરા લોકો વાત નથી સાંભળતા જ્યારે તે લોકોને સચેત કરવામાં આવે છે

46જો તે લોકો પર તમારા પાલનહાર તરફથી કોઈ યાતનાની ઝપટ પણ આવી પહોંચે તો, પોકારી ઉઠશે કે, હાય ! અમારી ખરાબી, નિ:શંક અમે જ પાપી હતાં

47કયામતના દિવસે અમે બરાબર તોલનારા ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર, કંઇ પણ, અત્યાચાર કરવામાં નહીં આવે અને જો એક કણ બરાબર પણ કર્મ કર્યું હશે, અમે તેને હાજર કરીશું અને અમે હિસાબ કરવા માટે પૂરતા છે

48આ સાચે જ સત્ય છે કે અમે મૂસા અને હારૂનને ફેંસલો કરનારી, પ્રકાશિત અને ડરવાવાળાઓ માટે શિખામણ મેળવવા માટેની કિતાબ આપી છે

49તે લોકો, જે પોતાના પાલનહારથી વણ દેખે ડરે છે અને કયમાતના (વિચાર)થી ધ્રુજે છે

50અને આ શિખામણ અને બરકતવાળું કુરઆન પણ અમે જ અવતરિત કર્યું, શું તો પણ તમે આ કુરઆનના ઇન્કાર કરનારા બનો છો

51નિ:શંક અમે આ પહેલા ઇબ્રાહીમને આની સમજણ આપી હતી અને અમે તેની સ્થિતિ સારી રીતે જાણતા હતાં

52જ્યારે કે તેણે તેના પિતા અને પોતાની કોમને કહ્યું કે આ મૂર્તિઓ, જેમના તમે સંતો બની બેઠા છો, શું છે

53સૌએ જવાબ આપ્યો, કે અમે અમારા પૂર્વજોને આમની જ બંદગી કરતા જોયા

54પયગંબરે કહ્યું, પછી તો તમે અને તમારા પૂર્વજો, સૌ નિ:શંક સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ રહ્યા

55કહેવા લાગ્યા, શું તમે અમારી પાસે સાચે જ સત્ય લાવ્યા છો ? અથવા ફક્ત મજાક કરી રહ્યા છો

56પયગંબરે કહ્યું કે, ના ! ખરેખર તમારા સૌનો પાલનહાર તો તે છે જે આકાશો અને ધરતીનો માલિક છે. જેણે તેમનું સર્જન કર્યું, હું તો આ વાતનો જ સાક્ષી અને કહેવાવાળો છું

57અને અલ્લાહના સોગંદ ! હું તમારા તે પૂજ્યો સાથે એક યુક્તિ કરીશ જ્યારે તેમનાથી દૂર જતા રહેશો

58બસ ! તેણે તે સૌના ટુકડે-ટુકડા કરી નાખ્યા, હાં ફક્ત મોટી મૂર્તિ ન તોડી, આવું એટલા માટે કે તે સૌ તેની જ તરફ ફરે

59કહેવા લાગ્યા કે અમારા પૂજ્યો સાથે આવું કોણે કર્યું ? આવું કરનાર વ્યક્તિ ખરેખર અત્યાચારી છે

60કહ્યું, અમે એક નવયુવાનને આ વિશે વાત કરતા સાંભળ્યો હતો, જેને ઇબ્રાહીમ કહેવામાં આવે છે

61સૌએ કહ્યું, તો તેને સભામાં લોકોની નજર સામે લાવો, જેથી સૌ જોઇ લે

62કહેવા લાગ્યા કે, હે ઇબ્રાહીમ ! શું તેં જ અમારા દેવી-દેવતાઓ સાથે આવું કર્યું છે

63પયગંબરે જવાબ આપ્યો, અરે ! આ કૃત્યતો તેમના મોટાએ કર્યું છે, તમે પોતાના દેવી-દેવતાઓને જ પૂછી લો, જો આ લોકો બોલતા હોય

64બસ ! આ લોકોના હૃદયોમાં આ વાત બેસી ગઇ અને કહેવા લાગ્યા કે ખરેખર અત્યાચારી તો તમે જ છો

65પછી પોતાના વિચારમાં ઊંધા થઇ ગયા, (અને કહેવા લાગ્યા કે) આ તો તમે પણ જાણો છો કે આ બોલી નથી શકતા

66અલ્લાહના મિત્રએ તે જ સમયે કહ્યું, દુ:ખ છે, શું તમે અલ્લાહ સિવાય તેમની બંદગી કરો છો જે ન તો તમને ફાયદો પહોંચાડી શકે છે અને ન તો નુકસાન

67અફસોસ છે, તમારા પર અને તેમના પર, જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો, શું તમને આટલી પણ બુદ્વિ નથી

68કહેવા લાગ્યા કે આને બાળી નાખો અને પોતાના દેવી-દેવતાઓની મદદ કરો, જો તમે કશું કરવા જ ઇચ્છતા હોવ

69અમે કહી દીધું કે, હે આગ ! તુ ઠંડી થઇ જા અને ઇબ્રાહીમ અ.સ. માટે સલામતી વાળી થઇ જા

70તે લોકોએ ઇબ્રાહીમ અ.સ. માટે ખરાબ ઇચ્છયું, પરંતુ અમે તે લોકોને નિષ્ફળ બનાવી દીધા

71અને અમે ઇબ્રાહીમ અને લૂત અ.સ.ને બચાવી તે ધરતી તરફ લઇ ગયા, જેમાં અમે દરેક લોકો માટે બરકત મુકી હતી

72અને અમે તેમને ઇસ્હાક આપ્યો અને ત્યાર પછી યાકૂબ અને દરેકને અમે સદાચારી બનાવ્યા

73અને અમે તેમને આગેવાન બનાવી દીધા કે અમારા આદેશોથી લોકોને માર્ગદર્શન આપે અને અમે તેમની તરફ સત્કાર્ય કરવા અને નમાઝોની પાબંદી કરવા અને ઝકાત આપવાની વહી કરી. અને તે બધા જ અમારી બંદગી કરનારા બંદાઓ હતાં

74અમે લૂત અ.સ.ને પણ આદેશ અને જ્ઞાન આપ્યું અને તેમને તે વસ્તી માંથી છૂટકારો આપ્યો, જ્યાંના લોકો ખરાબ કૃત્ય કરતા હતાં અને તે લોકો તદ્દન પાપી હતાં

75અને અમે લૂત અ.સ.ને પોતાની કૃપામાં દાખલ કરી લીધા, નિ:શંક તે સદાચારી લોકો માંથી હતો

76નૂહ ના તે સમયને યાદ કરો, જ્યારે તેમણે એ પહેલા દુઆ કરી, અમે તેમની દુઆ કબૂલ કરી અને તેમને તથા તેમના ઘરવાળાઓને મોટી મુસીબતથી છૂટકારો આપ્યો

77અને જે લોકો અમારી આયતોને જુઠલાવી રહ્યા હતાં, તેમની વિરુદ્ધ અમે તેની મદદ કરી, નિ:શંક તે ખરાબ લોકો હતાં, બસ ! અમે તે સૌને ડુબાડી દીધા

78અને દાઉદ અને સુલૈમાન અ.સ.ને યાદ કરો, જ્યારે કે તે લોકો એક ખેતર બાબતે નિર્ણય કરી રહ્યા હતાં, થોડાંક લોકોની બકરીઓ રાત્રે ખેતરમાં ચારો ચરી ગઇ અને તેમના નિર્ણય વખતે અમે હાજર હતાં

79અમે તેમનો સાચો નિર્ણય સુલૈમાનને સમજાવી દીધો, હાં ! દરેકને અમે આદેશ અને જ્ઞાન આપી રાખ્યું હતું અને દાઉદના વશમાં પર્વતો અને પંખીઓને પણ કરી દીધા હતાં, જે તસ્બીહ (અલ્લાહના નામનું સ્મરણ) કરતા હતાં, અમે જ કરવાવાળા હતાં

80અને અમે તેને તમારા માટે પોશાક બનાવવાની કારીગરી શિખવાડી જેથી યુદ્વ વખતે તમારા માટે બચાવનું કારણ બને, શું તમે આભારી બનશો

81અમે ભયંકર હવાને સુલૈમાન અ.સ.ના વશમાં કરી દીધી, જે તેમના આદેશ પ્રમાણે તે ધરતી તરફ ફૂંકાતી હતી, જ્યાં અમે બરકત આપી રાખી હતી અને અમે દરેક વસ્તુને ખૂબ સારી જાણીએ છીએ

82આવી જ રીતે ઘણા શેતાનોને પણ અમે તેમના વશમાં કર્યા હતાં, જેઓ તેમના આદેશ પ્રમાણે દરિયામાં ડુબકી મારતા હતાં અને તે ઉપરાંત પણ ઘણા કાર્યો કરતા હતાં, તેમની દેખરેખ રાખનારા અમે જ હતાં

83અય્યૂબ અ.સ.ની તે સ્થિતિને પણ યાદ કરો, જ્યારે તેમણે પોતાના પાલનહારને પોકાર્યા કે, મને આ બિમારી પહોંચી છે અને તું દયા કરવાવાળાઓ કરતા વધારે દયાળુ છે

84તો અમે તેમની (દુઆ) સાંભળી લીધી અને જે દુ:ખ તેમને પહોંચ્યું હતું તેને દૂર કરી દીધું અને તેમને પત્ની અને સંતાન આપ્યા, પરંતુ તેમની સાથે તેમના જેવા જ બીજા પણ, પોતાની ખાસ કૃપા વડે આપ્યા, જેથી સાચા બંદાઓ માટે શિખામણનું કારણ બને

85અને ઇસ્માઇલ અને ઇદરિસ અને ઝુલ્ કિફ્લ (અ.સ.) આ સૌ ધીરજ રાખનારા બંદાઓ હતાં

86અમે તેમને પોતાની કૃપામાં દાખલ કરી લીધા, આ સૌ સદાચારી લોકો હતાં

87માછલીવાળા (યૂનુસ અ.સ.) ને યાદ કરો, જ્યારે તેઓ ગુસ્સામાં નીકળી ગયા અને વિચાર કર્યો કે, અમે તેમની પકડ નહીં કરી શકીએ, છેવટે તે અંધકારમાં પોકારી ઉઠયા કે, અલ્લાહ ! તારા સિવાય કોઈ પૂજ્ય નથી, તું પવિત્ર છે. નિ:શંક હું અત્યાચારી લોકો માંથી થઇ ગયો

88તો અમે તેમની પોકાર સાંભળી લીધી અને તેમને દુ:ખથી છૂટકારો આપ્યો અને અમે ઈમાનવાળાઓને આવી જ રીતે બચાવી લઇએ છીએ

89અને ઝકરિયા અ.સ.ને યાદ કરો, જ્યારે તેમણે પોતાના પાલનહારને દુઆ કરી કે હે મારા પાલનહાર ! મને એકલો ન છોડ, તું સૌથી શ્રેષ્ઠ વારસદાર છે

90અમે તેમની દુઆ કબૂલ કરી, યહ્યા અ.સ. આપ્યા અને તેમની પત્નીને તેમના માટે સ્વસ્થ કરી દીધી, આ પ્રભુત્વશાળી લોકો સત્કાર્ય તરફ ઉતાવળ કરતા હતાં અને અમને આશા અને ડર, બન્ને સાથે પોકારતા હતાં અને અમારી સામે આજીજી કરવાવાળા હતાં

91અને તે પવિત્ર સ્ત્રી, જેણે પોતાની આબરૂની સુરક્ષા કરી, અમે તેમનામાં પોતાની રૂહ ફૂંકી તથા તેમને અને તેમના દિકરાને દરેક લોકો માટે નિશાની બનાવી દીધા

92આ તમારી કોમ છે, જે ખરેખર એક જ કોમ છે અને હું તમારા સૌનો પાલનહાર છું, બસ ! તમે મારી જ બંદગી કરો

93પરંતુ લોકોએ અંદરોઅંદર પોતાના ધર્મમાં મતભેદ કરી દીધા, સૌ અમારી તરફ જ પાછા ફરવાના છે

94પછી જે પણ સત્કાર્ય કરશે અને તે ઈમાનવાળો હશે તો તેના પ્રયત્નોની અવગણના કરવામાં નહીં આવે. અમે તો તેને લખવાવાળા છે

95અને જે વસ્તીને અમે નષ્ટ કરી દીધી, તેમના માટે શક્ય નથી કે તે પાછા ફરી શકે

96ત્યાં સુધી કે યાજૂજ અને માજૂજને છોડી દેવામાં આવશે અને તેઓ દરેક ઊંચા સ્થાનો પરથી દોડતા આવશે

97અને સાચું વચન નજીક આવી જશે, તે સમયે ઇન્કાર કરનારાઓની નજરો ફાટેલી રહી જશે, કે અફસોસ ! અમે આ પરિસ્થિતિથી અજાણ હતાં, પરંતુ ખરેખર અમે જ અપરાધી હતાં

98તમે અને જેની તમે અલ્લાહ સિવાય બંદગી કરો છો, સૌ જહન્નમના ઇંધણ બનશો, તમે સૌ જહન્નમમાં જવાના છો

99જો આ (સાચા) પૂજ્ય હોત તો, જહન્નમમાં દાખલ ન થાત અને દરેકે દરેક તેમાં જ હંમેશા રહેનારા છે

100તેઓ ત્યાં ચીસો પાડતા હશે અને ત્યાં કંઇ પણ સાંભળી નહીં શકે

101હાં, જેના માટે અમારા તરફથી સત્કાર્ય કરવાનો નિર્ણય પહેલા જ થઇ ચુક્યો છે, તેઓ બધા જહન્નમથી દૂર રાખવામાં આવશે

102તે તો જહન્નમની આહટ પણ નહીં સાંભળે અને તેઓ પોતાની મનપસંદ વસ્તુઓમાં હંમેશા રહેવાવાળા છે

103કોઈ મોટી બેચેની (પણ) તેઓને નિરાશ નહીં કરી શકે અને ફરિશ્તાઓ તેમને હાથો હાથ લેશે. કે આ જ તમારા માટે તે દિવસ છે જેનું વચન તમને આપવામાં આવતું હતું

104જે દિવસે અમે આકાશને એવી લપેટી લઇશું, જેવી રીતે લેખક પાનાને લપેટી દે છે, જેવી રીતે કે અમે પ્રથમ વખત સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું

105અમે ઝબૂરમાં શિખામણ આપ્યા પછી આ લખી ચુક્યા છે કે ધરતીના વારસદાર મારા સદાચારી બંદાઓ (જ) હશે

106બંદગી કરનારાઓ માટે તો આમાં એક મોટો આદેશ છે

107અને અમે તમને સૃષ્ટિના લોકો માટે દયાળુ બનાવીને જ મોકલ્યા છે

108કહી દો કે, મારી પાસે તો બસ ! વહી કરવામાં આવે છે કે તમારા સૌનો પૂજ્ય એક જ છે, તો શું તમે પણ તેની આજ્ઞાપાલન કરવાવાળા છો

109પછી જો આ લોકો મોઢું ફેરવી લે તો કહી દો કે મેં તમને બરાબર સચેત કરી દીધા, જેનું વચન તમને આપવામાં આવ્યું છે તેનું જ્ઞાન મારી પાસે નથી કે તે નજીક છે અથવા દૂર છે

110હાં, અલ્લાહ તઆલા સ્પષ્ટ અને જાહેર વાતોને પણ જાણે છે અને જે કંઇ તમે છુપાવો છો તેને પણ જાણે છે

111મને આ વિશેની પણ જાણ નથી, આ તમારી કસોટી હોઇ શકે અને એક નક્કી કરેલ સમય સુધીનો ફાયદો છે

112પયગંબરે કહ્યું, હે પાલનહાર ! ન્યાયથી ફેંસલો કર અને અમારો પાલનહાર ઘણો જ દયાળુ છે, જેની પાસે મદદ માંગવામાં આવે છે, તે વાતો અંગે જેના વિશે તમે વર્ણન કરો છો

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath