લેવી 3
1જો કોઈનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય અને જો તે જાનવર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવાહ પ્રત્યે તે ખોડખાંપણ વગરનું ચઢાવે.
2તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે. પછી યાજકો, એટલે હારુનના પુત્રો તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટે.
3તે શાંત્યર્પણના યજ્ઞમાંથી યહોવાહ પ્રત્યે હોમયજ્ઞ ચઢાવે. આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડાં પરની બધી ચરબી,
4બન્ને મૂત્રપિંડ તથા તે પરની ચરબી જાંઘો પાસે હોય છે તે તથા મૂત્રપિંડ સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે.
5હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પર લાકડા ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
6જો કોઈ માણસ શાંત્યર્પણ તરીકે ઘેટાંબકરાંને યહોવાહ સમક્ષ લાવે, પછી તે નર હોય કે નારી હોય, તો તે શાંત્યર્પણ ખોડખાંપણ વગરનું ચઢાવે.
7જો તે હલવાનનું અર્પણ ચઢાવે, તો તે તેને યહોવાહની આગળ ચઢાવે.
8તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
9શાંત્યર્પણના યજ્ઞમાંથી તે યહોવાહને સારુ હોમયજ્ઞ ચઢાવે. તેની ચરબી, તેની પુષ્ટ પૂછડી આખી અને આખી કરોડના હાડકાની લગોલગથી તે કાપી લે અને આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી,
10બન્ને મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને મૂત્રપિંડ સાથે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે.
11અને યાજક વેદી પર તેનું દહન કરે; તે યહોવાહને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.
12જો માણસનું અર્પણ બકરાનું હોય, તો તે યહોવાહની આગળ ચઢાવે.
13તે બકરાના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
14તે માણસ અગ્નિથી પોતાનું અર્પણ યહોવાહને માટે ચઢાવે. તે આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી કાઢી લે.
15બન્ને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, મૂત્રપિંડો પાસે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે.
16આ તમામનું યાજકે શાંત્યર્પણ તરીકે દહન કરવું, તે સુવાસને સારુ હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાહની છે.
17તમારી વંશપરંપરા તમારાં સઘળાં રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય, એટલે ચરબી કે રક્ત તમારે ખાવાં જ નહિ.’”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath