ખ્રિસ્તી ધર્મ
પાછા

યહોશુઆ 19

1બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો.

2તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, મોલાદા,

3હસાર-શૂઆલ, બાલાહ, એસેમ,

4એલ્તોલાદ, બથૂલ અને હોર્મા.

5શિમયોન જે સિકલાગ પાસે હતું, બેથ-માર્કાબોથ, હસાર-સૂસા,

6બેથ-લબાઓથ, શારુહેન. તેઓના ગામો સહિત આ કુલ તેર નગરો હતાં.

7સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.

8આ નગરોની ચારેતરફનાં જે સર્વ ગામો સહિત, બાલાથ-બેર એટલે, વારસો, તેઓનાં કુટુંબોને આપવામાં આવ્યો હતો.

9શિમયોનના કુળનો આ વારસો યહૂદાના કુળના વિસ્તારમાંથી તેઓને મળ્યો હતો. કેમ કે યહૂદાના કુળને જરૂર કરતાં વધારે જમીનનો ભાગ સોંપાયો હતો. માટે તેઓના વારસા મધ્યે શિમયોનના કુળને ભાગ મળ્યો હતો.

10ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.

11તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળાં સુધી વિસ્તરેલી હતી.

12સારીદથી પૂર્વ દિશાએ વળીને પૂર્વ તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. ત્યાંથી નીકળીને તે દાબરાથ અને પછી યાફીઆ સુધી ગઈ.

13ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ-કાસીન સુધી ગઈ; પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેઆ સુધી લંબાઈ હતી.

14તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો.

15કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદલા, તથા બેથલેહેમ નગરોનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. તેઓનાં ગામો સહિત આ કુલ બાર નગરો હતાં.

16આ ઝબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમનાં નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો તે છે.

17ચોથી ચિઠ્ઠી ઇસ્સાખારના નામની નીકળી તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.

18તેઓના પ્રદેશમાં યિઝ્રએલ, કસુલ્લોથ તથા શૂનેમ.

19હફારાઈમ, શીઓન તથા અનાહરાથ.

20રાબ્બીથ, કિશ્યોન, એબેસ,

21રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદ્દા તથા બેથ-પાસ્સેસ.

22તેઓની સીમા તાબોર, શાહસુમા, બેથ-શેમેશ થઈને યર્દન સુધી પહોંચી. તેઓનાં ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.

23ઇસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.

24પાંચમી ચિઠ્ઠી આશેરના કુળની હતી. તે પ્રમાણે તેઓના કુટુંબને જમીન આપવામાં આવી.

25તેઓના પ્રદેશમાં હેલ્કાથ, હલી, બેટેન તથા આખ્શાફ

26અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી.

27પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યફતાએલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી.

28પછી તે એબ્રોન, રહોબ, હામ્મોન, કાના એટલે મોટા સિદોન સુધી ગઈ.

29તે સરહદ પાછી વળીને રામા અને કોટવાળા નગર તૂર સુધી ગઈ. પછી તે સીમા વળીને હોસામાં ગઈ અને તેનો છેડો આખ્ઝીબના પ્રદેશની પાસે, સમુદ્ર સુધી આવ્યો,

30ઉમ્મા, અફેક તથા રહોબ. તેઓનાં ગામો સહિત આ કુલ બાવીસ નગરો હતાં.

31આ આશેર કુળનો વારસો હતો, તે તેઓના કુળને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.

32છઠ્ઠી ચિઠ્ઠી નફતાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.

33તેઓની સીમા હેલેફ, સાનાન્નીમમાંના એલોન વૃક્ષની બાજુથી, અદામી-નેકેબ, યાબ્નએલ, ત્યાંથી લાક્કૂમ સુધી ગઈ; યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો.

34તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.

35તેઓનાં કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, હામ્માથ, રાક્કાથ, કિન્નેરેથ,

36અદામા, રામા, હાસોર,

37કેદેશ, એડ્રેઇ, એન-હાસોર.

38ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ તથા બેથ-શેમેશ. તેઓનાં ગામો સહિત આ કુલ ઓગણીસ નગરો હતાં.

39આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.

40સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.

41તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,

42શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.

43ઉપરાંત એલોન, તિમ્ના, એક્રોન,

44એલ્તકે, ગિબ્બથોન, બાલાથ,

45યેહૂદ, બની-બરાક, ગાથ-રિમ્મોન,

46મે-યાર્કોન તથા યાફાથી પારના રાક્કોન સહિત સમગ્ર વિસ્તારનો સમાવેશ થતો હતો.

47દાનના કુળે તેઓનો વિસ્તાર વધાર્યો. દાને લેશેમ પર હુમલો કરીને યુદ્ધ કર્યું. ત્યાંના દરેક જણને તલવારથી માર્યા, તેનો કબજો લીધો અને તેમાં વસ્યા. તેઓએ લેશેમનું નામ બદલીને તેઓના પૂર્વજોના નામ પરથી તેનું નામ દાન પાળ્યું.

48આ દાનના કુળનો વારસો હતો અને તેઓના કુટુંબો પ્રમાણે નગરો અને તેઓનાં ગામો સહિત તેમને આપવામાં આવ્યો હતો.

49જયારે તેઓ દેશના વારસા પ્રમાણે જમીનની વહેંચણી પૂરી કરી રહ્યા ત્યારે ઇઝરાયલના લોકોએ નૂનના દીકરા, યહોશુઆને તેઓની મધ્યે વારસો આપ્યો.

50યહોવાહની આજ્ઞાથી તેઓએ યહોશુઆને તેની માંગણી મુજબનું નગર તિમ્નાથ-સેરા આપ્યું. તે એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં આવેલું હતું. તેનો જીર્ણોદ્ધાર કરીને તે તેમાં રહ્યો.

51એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆએ અને ઇઝરાયલ લોકોનાં કુળોના પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોએ શીલોહ તરફ મુલાકાતમંડપને પ્રવેશદ્વારે, યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વારસો વહેંચી આપ્યો તે આ છે. આમ તેઓએ જમીનની વહેંચણી કરવાનું કામ પૂરું કર્યું.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath