ખ્રિસ્તી ધર્મ
પાછા

યર્મિયા 7

1પછી યહોવાહ તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે એ કે,

2“યહોવાહના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જઈને ઊભો રહે અને ત્યાં આ વચન પોકારીને કહે! હે યહૂદિયાના સર્વ લોક, જેઓ યહોવાહની સ્તુતિ કરવાને આ પ્રવેશદ્વારમાં પેસે છે તે ‘તમે યહોવાહનું વચન સાંભળો.

3સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; તમારાં આચરણ તથા તમારી કરણીઓ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઈશ.

4“યહોવાહનું સભાસ્થાન! યહોવાહનું સભાસ્થાન, યહોવાહનું સભાસ્થાન અહીંયાં છે!” એવું કહીને જૂઠાં વચનો પર વિશ્વાસ ન રાખો.

5કેમ કે જો તમે ખરેખર તમારા આચરણ તથા કરણીઓ સુધારો અને અડોશીપાડોશીઓ સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,

6જો તમે પરદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો અને જો તમે આ જગ્યાએ નિર્દોષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ ચાલીને તમારો પોતાનો જ વિનાશ ન નોતરો,

7તો હું તમને આ દેશમાં એટલે જે ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે તેમાં વસવા દઈશ.

8સાવધ રહો જો કે, તમે જૂઠાં વચનો પર વિશ્વાસ રાખો છો જે તમને કોઈ કામમાં ન આવે.

9તમે ચોરી કરો છો, ખૂન કરો છો અને વ્યભિચાર કરો છો, ખોટા સમ ખાઓ છો તથા બઆલની આગળ ધૂપ બાળીને અન્ય દેવો જેને તમે ઓળખતા નથી તેમની પાછળ ચાલો છો,

10તો આ ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેમાં તમે પેસશો અને પછી અહીં આવી મારી સમક્ષ ઊભા રહીને કહેશો કે, ‘અમે બચી ગયેલા છીએ,” તો શું આ બધા ધિક્કારપાત્ર કાર્યો કરી શકો?

11શું તમારી દૃષ્ટિમાં આ મારું ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તે લૂંટારુઓની ગુફા થઈ ગઈ છે? જુઓ! મેં જાતે આ બધું જોયું છે એમ યહોવાહ કહે છે.

12તેથી મારું સ્થાન જ્યાં શીલોમાં હતું જ્યાં મેં મારું પ્રથમ નામ રાખ્યું હતું ત્યાં જાઓ. મારા લોક ઇઝરાયલની દુષ્ટતાને કારણે મેં તેના જે હાલ કર્યા છે તે જુઓ.!

13તેથી હવે, યહોવાહ કહે છે, તમે આ સર્વ દુષ્ટતા કરી છે મેં તમને વારંવાર ચેતવ્યા, પણ તમે સાભળ્યું નહિ, મેં તમને બોલાવ્યા છતાં તમે મને પ્રત્યુત્તર આપ્યો નહિ.

14તેથી તમે આ સભાસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેના પર ભરોસો રાખો છો, પણ મેં જે સ્થાન તમને તથા તમારા પિતૃઓને આપ્યું, તેના હાલ શીલોના જેવા કર્યા તેવા કરીશ.

15તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના સર્વ વંશજોને મેં બહાર ફેંકી દીધા તેમ હું તમને મારી નજર આગળથી દૂર કરીશ.

16અને તું, યર્મિયા, એ લોકો માટે વિનંતી કરીશ નહિ કે તેઓને સારુ વિલાપ કે પ્રાર્થના કરીશ નહી. અને મારી આગળ તેમને માટે મધ્યસ્થી કરીશ નહિ. કેમ કે હું તારું સાંભળનાર નથી.

17તું જોતો નથી કે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું કરી રહ્યા છે?

18મને રોષ ચઢાવવા માટે બાળકો લાકડાં વીણે છે તેઓના પિતાઓ અગ્નિ સળગાવે છે અને આકાશની રાણીને માટે રોટલી બનાવવા સારુ સ્ત્રીઓ લોટ ગૂંદે છે. અને અન્ય દેવોની આગળ તેઓ પેયાર્પણ ચઢાવે છે.

19યહોવાહ કહે છે શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? શું પોતાના મુખની શરમને અર્થે તેઓ પોતાને જ ચીડવતા અને ફજેત કરતા નથી?

20તેથી પ્રભુ યહોવાહ એમ કહે છે; જુઓ, આ જગ્યા પર, મનુષ્ય પર, પશુ પર, તેમ જ ખેતરનાં વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા મારો ક્રોધ ઊતરશે અને તે બળ્યા કરશે પણ હોલવાઈ જશે નહિ.

21સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમારા યજ્ઞમાં તમારાં દહનીયાર્પણો ઉમેરીને માંસ ખાઓ.

22કેમ કે હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારે મેં તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી કે; મેં તેમને દહનીયાર્પણ અને યજ્ઞ વિષે કોઈ આજ્ઞા ફરમાવી નહોતી.

23મેં તેમને ફક્ત આટલી આજ્ઞા આપી કે; ‘મારું સાંભળો અને હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોકો થશો. તમારું હિત થાય માટે મેં તમને જે માર્ગો ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.’”

24પરંતુ તેઓએ સાંભળ્યું નહિ અને ધ્યાન આપ્યું નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. આગળ વધવાને બદલે પાછળ હઠયા.

25જે દિવસથી તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી, સતત હું મારા સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલતો આવ્યો છું.

26તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ; ધ્યાન આપ્યું નહિ; ઊલટું, તેઓએ હઠીલા થઈને પોતાના પિતૃઓ કરતાં વધારે દુષ્ટતા કરી.

27તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળશે નહિ, તું તેઓને બોલાવીશ પણ તેઓ જવાબ આપશે નહિ.

28માટે તું એમને કહેજે કે, જે પ્રજાએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહી અને તેમની શિક્ષા માની નહિ તે આ છે. સત્ય નષ્ટ થયું છે તેઓના મુખથી તે કપાઈ ગયું છે.

29તારા વાળ કાપી નાખ અને તારું માથું મૂંડાવ અને તારા વાળ ફેંકી દે અને પર્વતો પર જઈને વિલાપ કર. કેમ કે યહોવાહે પોતાના રોષને કારણે આ લોકનો ત્યાગ કર્યો છે.

30કેમ કે યહોવાહ કહે છે કે, મારી દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે યહૂદિયાના લોકોએ કર્યું છે. જે સભાસ્થાન મારા નામથી ઓળખાય છે તેને અપવિત્ર કરવા માટે તેઓએ પોતાની ધિક્કારપાત્ર મૂર્તિઓ તેમાં મૂકી છે.

31તેઓએ પોતાના દીકરા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા માટે બેન-હિન્નોમની ખીણમાં તોફેથ આગળ ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. મેં એવી આજ્ઞા કરી નહોતી કે એવો વિચાર સુદ્ધાં મારા મનમાં આવ્યો નહોતો.

32તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જ્યારે તે તોફેથ તથા બેન-હિન્નોમના દીકરાની ખીણ કહેવાશે નહિ પરંતુ કતલની ખીણ કહેવાશે; અને બીજી કોઈ ખાલી જગ્યા નહિ હોવાને લીધે તેઓ મૃતદેહોને તોફેથમાં દફનાવશે.

33આ લોકના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિના પશુઓ ખાશે અને તેમને હાંકી મૂકનાર કોઈ હશે નહિ.

34ત્યારે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં આનંદનો તથા હર્ષનો સાદ અને કન્યાનો સાદ હું બંધ કરીશ. કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath