યર્મિયા 28
1વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોનના વતની આઝઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,
2“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.
3બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો આ સ્થળેથી લૂંટીને બાબિલ લઈ ગયો હતો તે સર્વ પાત્રો અહીં હું પાછા લાવીશ.
4તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તેમ જ બાબિલમાં બંદીવાસમાં ગયેલા યહૂદિયાના બધા લોકોને હું આ સ્થળે પાછા લાવીશ, ‘કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખીશ.” એવું યહોવાહ કહે છે.
5ત્યારે જે યાજકો અને લોકો યહોવાહના ઘરમાં ઊભા રહેલા હતા તે સર્વની સમક્ષ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને જવાબ આપ્યો.
6યર્મિયા પ્રબોધકે કહ્યું કે, “હા આમીન! યહોવાહ એ પ્રમાણે કરો. અને યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે. તે બધા લોકોને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને, ભવિષ્યનાં તમારાં જે વચનો તમે કહ્યાં છે તે પૂરાં કરો.
7તેમ છતાં જે વચન હું તમારા કાનોમાં અને આ સર્વ લોકોના કાનોમાં કહું છે તે સાંભળો.
8તારા અને મારા પહેલાં થઈ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ ઘણાં દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને મોટા રાજ્યોની વિરુદ્ધ યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.
9જે પ્રબોધક સુખ અને શાંતિ વિષે ભવિષ્ય કરે છે અને તેના શબ્દો ખરા છે, ત્યારે જ તે યહોવાહે મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.”
10પછી હનાન્યા પ્રબોધકે યર્મિયાની ગરદન પર મૂકેલી ઝૂંસરી લઈ અને તેને ભાંગી નાખી.
11હનાન્યાએ બધા લોકો સમક્ષ કહ્યું, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘આ પ્રમાણે બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.’ એ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ચાલ્યો ગયો.”
12વળી હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
13“તું હનાન્યા પાસે જઈને તેને કહે કે, ‘યહોવાહ કહે છે કે; તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પરંતુ હું તેની જગ્યાએ લોખંડની ઝૂંસરીઓ બનાવીશ.”
14કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. તેઓ તેના દાસ થશે. વળી જંગલમાંનાં પશુઓ પણ મેં તને આપ્યાં છે.”
15પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “સાંભળ હે હનાન્યા, યહોવાહે તને મોકલ્યો નથી પણ તું જૂઠી વાત પર આ લોકને વિશ્વાસ કરાવે છે.
16તેથી યહોવાહ કહે છે; ‘હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મૃત્યુ પામીશ. કેમ કે તું યહોવાહની વિરુદ્ધ ફિતૂરનાં વચન બોલ્યો છે.”
17અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath