ખ્રિસ્તી ધર્મ
પાછા

યર્મિયા 22

1યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલમાં જા અને ત્યાં આ વચન બોલ.

2અને કહે કે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર તું અને તારા દાસો તથા તારા લોકો જેઓ આ દરવાજામાં થઈને અંદર આવે છે તે તમે યહોવાહનું વચન સાંભળો.

3યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો.

4જો તમે ખરેખર આ પ્રમાણે કરશો તો દાઉદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથોમાં અને ઘોડા પર સવારી કરી આ મહેલના દરવાજામાં થઈને અંદર આવશે. અને તે, તેઓના ચાકરો અને તેઓના લોકો પણ અંદર આવશે.

5પણ જો તમે આ વચનો તરફ ધ્યાન નહિ આપો તો યહોવાહ કહે છે કે, હું મારા પોતાના સમ ખાઈને કહું છું કે, “આ મહેલ ખંડેર બની જશે.

6યહૂદિયાના રાજાના રાજમહેલ વિષે યહોવાહ કહ્યું છે કે; ‘તું મારે મન ગિલ્યાદ જેવો છે, લબાનોનનું શિર છે. તેમ છતાં હું તને વેરાન અને વસ્તીહીન નગરો જેવું બનાવી દઈશ.

7હું તારો નાશ કરવા માટે શસ્ત્ર સજેલા વિનાશકોને તૈયાર કરીશ. તેઓ તારા ઉત્તમ દેવદાર વૃક્ષોને કાપી અને અગ્નિમાં નાખી દેશે.

8ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે અને તે સર્વ લોકો એકબીજાને કહેશે કે, “યહોવાહે શા માટે આ મોટા નગરના આવા હાલ કર્યા છે?”

9ત્યારે તેઓ જવાબ આપશે કે, “તેઓએ પોતાના ઈશ્વર યહોવાહ સાથેના કરારનો ત્યાગ કર્યો છે. અને અન્ય દેવોની સેવાપૂજા કરી.”

10યહૂદિયાના લોકો જે મૃત્યુ પામ્યા છે તેને માટે રડો નહિ, તેમ જ તેનો શોક પણ ન કરશો; પણ જે સ્વદેશમાંથી જાય છે તેને માટે હૈયાફાટ રુદન કરો, કેમ કે તે કદી પાછો આવવાનો નથી. તે ફરી પોતાની કુટુંબને જોવા પામશે નહિ.”

11કેમ કે યહૂદિયાના રાજા યોશિયાનો દીકરો શાલ્લુમ જેણે પોતાના પિતા યોશિયાની જગ્યાએ રાજ કર્યું; અને આ સ્થાનમાંથી ગયો, તેના વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે, “તે ત્યાંથી પાછો આવશે નહિ.

12પણ જે ઠેકાણે તેઓ તેને બંદીવાન કરીને લઈ ગયા છે. તે દેશમાં જ મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.”

13જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; જે પોતાના પડોશી પાસે કામ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ!

14તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર દેવદાર વૃક્ષનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.”

15તું દેવદાર વૃક્ષના મહેલો બાંધીને સિદ્ધિ મેળવવા ઇચ્છે છે એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું અને નીતિ તથા તે ન્યાયથી વ્યવહાર કરતો નહોતો? તેથી જ તે સુખી થયો.

16તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે.

17પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી.

18તે માટે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે; તેને સારુ “ઓ, મારા ભાઈ!” અથવા “ઓ, મારી બહેન!” એવું બોલીને વિલાપ કરશે નહિ. અથવા “ઓ, મારા માલિક!” અને “ઓ, મારા રાજા!” એમ કહીને કોઈ તેને માટે વિલાપ કરશે નહિ.

19એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે.

20તું લબાનોનના પહાડ પર ચઢીને હાંક માર. બાશાનમાં જઈને પોકાર કર; અબારીમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા બધા મિત્રો નાશ પામશે.

21જ્યારે તુ સમૃદ્ધ થતો હતો ત્યારે હું તારી સાથે બોલ્યો, પણ તેં કહ્યું, “હું નહિ સાંભળું.” તારી યુવાનીથી તારી રીતભાત એવી હતી કે તેં કદી મારું કહ્યું કર્યું નથી.

22પવન તારા સર્વ પાળકોને ઘસડી લઈ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે લઈ જવામાં આવશે. નિશ્ચે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે અને તું શરમ અનુભવશે.

23હે લબાનોનમાં રહેનારી તથા દેવદાર વૃક્ષોમાં પોતાનો માળો બાંધનારી, જ્યારે તને પ્રસૂતાના જેવી પીડા તથા કષ્ટ થશે ત્યારે તારી દશા, કેવી દયાજનક થશે.”

24આ યહોવાહ ની જાહેરાત છે “જેમ હું જીવતો છું” “જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત.

25તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને ખાલદીઓના હાથમાં હું તને સોંપી દઈશ.

26જે દેશમાં તારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તારી માતાને પણ ફેંકી દઈશ. અને ત્યાં તમે મૃત્યુ પામશો.

27અને જે દેશમાં પાછા આવવાને તેમના જીવ ઝૂરે છે, તે ભૂમિમાં તેઓ પાછા આવશે નહિ.

28આ માણસ કોનિયા, તે તુચ્છ અને ફૂટેલા ઘડા જેવો છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તેને તથા તેના વંશજોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે જે તેઓ જાણતા નથી?

29હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાહનાં વચન સાંભળ. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; લખી રાખો કે આ માણસ કોનિયા; નિ:સંતાન મૃત્યુ પામશે.

30તે માણસ જીવનમાં આગળ વધશે નહિ કે તેના વંશનો કોઈ સફળ થશે નહિ કે જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદા પર રાજ કરે.”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath