ખ્રિસ્તી ધર્મ
પાછા

હોશિયા 8

1“રણશિંગડું તારા મુખમાં મૂક. તેઓ ગરુડની જેમ યહોવાહના લોકોની સામે આવે છે. કેમ કે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, મારા નિયમ વિરુદ્ધ બંડ કર્યું છે.

2તેઓ મને હાંક મારીને કહેશે કે, ‘હે ઇઝરાયલના ઈશ્વર, અમે તમને જાણીએ છીએ.’

3પણ જે સારું છે તેનો ઇઝરાયલે ત્યાગ કર્યો છે, શત્રુ તેની પાછળ પડશે.

4તેઓએ રાજાઓ નીમ્યા છે, પણ મારી સંમતિથી નહિ. તેઓએ સરદારો ઠરાવ્યા છે, પણ હું તે જાણતો ન હતો. તેઓએ પોતાના માટે, સોના ચાંદીની મૂર્તિઓ બનાવી છે, પણ મારી મદદ તેઓને મળી શકે તેમ નથી.”

5પ્રબોધક કહે છે, હે સમરુન, યહોવાહે તારા વાછરડાને ફેંકી દીધો છે.” યહોવાહ કહે છે કે, “મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઊઠ્યો છે. કેમ કે તેઓને નિર્દોષ થતાં સુધી કેટલો સમય લાગશે?

6કેમ કે એ પણ ઇઝરાયલથી થયું છે; કારીગરે તે બનાવ્યું છે; તેઓ ઈશ્વર નથી. સમરુનના વાછરડાના ટુકડે ટુકડા કરવામાં આવશે.

7કેમ કે લોકો પવન વાવે છે, અને વંટોળિયો લણશે, તેના કણસલામાંથી અનાજ નહિ મળે, તેની ઊપજમાંથી લોટ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી કંઈ નીકળશે, તો વિદેશીઓ તેનો નાશ કરશે.

8ઇઝરાયલ ગરક થઈ ગયું છે. વિદેશીઓમાં આજે તેઓ અળખામણા વાસણ જેવા છે.

9કેમ કે એકલા રખડતા જંગલી ગધેડા જેવા, તેઓ આશ્શૂરની પાસે દોડી ગયા. એફ્રાઇમે પૈસા આપીને પોતાના માટે પ્રીતમો રાખ્યા છે.

10જો કે તેઓ પ્રજાઓમાં પૈસા આપીને પ્રેમીઓ રાખે છે, તોપણ હું તેઓને ઠેકાણે લાવીશ. જેથી તેઓ થોડી વાર સુધી રાજાના સરદારોને અભિષેક કરવાનું બંધ કરે.

11કેમ કે એફ્રાઇમે વેદીઓ વધારીને પાપ વધાર્યાં છે, પણ તે તો પાપ કરવાની વેદીઓ છે.

12મે તેઓને માટે મારા નિયમમાં દશ હજાર વિધિઓ લખ્યા હોય, પણ તે તેઓના માટે વિચિત્ર લાગે છે.

13મને બલિદાન ચઢાવતી વખતે, તેઓ માંસનું બલિદાન કરે છે અને તે ખાય છે, પણ હું, યહોવાહ તેઓને સ્વીકારતો નથી. હવે હું તેઓના અપરાધ યાદ કરીશ અને તેઓનાં પાપની સજા કરીશ. તેઓને પાછા મિસર જવું પડશે.

14ઇઝરાયલના લોકો પોતાના સરજનહારને ભૂલી ગયા છે, તેઓએ મંદિરો બાંધ્યાં છે. યહૂદિયા પાસે કોટબંધ નગરો ઘણાં છે. પણ હું તેઓનાં નગરો ઉપર અગ્નિ મોકલીશ. તે તેઓના કિલ્લાઓને ભસ્મ કરી નાખશે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath