ખ્રિસ્તી ધર્મ
પાછા

ઉત્પત્તિ 36

1એસાવ એટલે અદોમની વંશાવળી આ છે.

2એસાવે કનાનીઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા. આ તેની પત્નીઓ હતી: આદા જે એલોન હિત્તીની દીકરી; ઓહોલીબામાહ જે સિબયોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી,

3અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.

4આદાએ એસાવને માટે અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.

5ઓહોલીબામાહએ યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યાં. એસાવને કનાન દેશમાં જે દીકરા જન્મ્યા હતા તેઓ એ હતા.

6એસાવ તેની પત્નીઓ, તેના દીકરા, તેની દીકરીઓ, તેના ઘરના સર્વ લોકો, તેનાં સર્વ જાનવરો, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.

7તેણે આમ કર્યું કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકસાથે રહી શકે તેમ ન હતું. જે દેશમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓનાં જાનવરોને લીધે તેઓને કોઈ આશરો ન મળ્યો.

8તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો.

9સેઈર પહાડ પરના અદોમી લોકના પૂર્વજ, એસાવની વંશાવળી આ પ્રમાણે છે.

10એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.

11તેમાન, ઓમાર, સફો, ગાતામ તથા કનાઝ એ અલિફાઝના દીકરા હતા.

12એસાવના દીકરા અલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી, તેણે અલિફાઝને માટે અમાલેકને જન્મ આપ્યો. એસાવની પત્ની આદાના દીકરા એ છે.

13રેઉએલના દીકરા આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.

14સિબયોનની દીકરી અનાની દીકરી ઓહોલીબામાહ જે એસાવની પત્ની હતી તેના દીકરા આ છે: તેણે યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યો.

15એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફો, કનાઝ,

16કોરા, ગાતામ તથા અમાલેક હતા. જે સરદારો અલિફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. તેઓ આદાના પૌત્રો હતા.

17એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા, મિઝઝા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.

18એસાવની પત્ની ઓહોલીબામાહના દીકરા આ છે: યેઉશ, યાલામ, કોરા. એ સરદારોને એસાવની પત્ની ઓહોલીબામાહ જે અનાની દીકરી હતી તેણે જન્મ આપ્યાં હતા.

19એસાવના દીકરા અને તેઓના સરદારો આ છે.

20સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબયોન, અના,

21દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા.

22લોટાનના દીકરા હોરી તથા હોમામ હતા. તિમ્ના લોટાનની બહેન હતી.

23શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ.

24સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે.

25અનાનાં સંતાનો આ છે: દિશોન તથા અનાની દીકરી ઓહોલીબામાહ.

26દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.

27એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.

28દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.

29હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના.

30દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.

31ઇઝરાયલીઓ પર કોઈ રાજાએ રાજ્ય કર્યા પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તે આ છે:

32બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો અને તેના શહેરનું નામ દિનહાબા હતું.

33જયારે બેલા મૃત્યુ પામ્યો, ત્યારે તેની જગ્યાએ બોસરામાંના ઝેરાહનો દીકરો યોબાબ રાજા થયો.

34જયારે યોબાબ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ તેમાન દેશના હુશામે રાજ કર્યું.

35જયારે હુશામ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું.

36જ્યારે હદાદ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ માસરેકામાંના સામ્લાએ રાજ કર્યું.

37જયારે સામ્લા મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ નદી પાસેના રહોબોથના શાઉલે રાજ કર્યું.

38જયારે શાઉલ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ આખ્બોરના દીકરા બાલ-હનાને રાજ કર્યું.

39જયારે આખ્બોરનો દીકરો બાલ-હનાન મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ હદારે રાજ કર્યું. તેના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે માટ્રેદની દીકરી, મેઝાહાબની પૌત્રી હતી.

40એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વાહ, યથેથ,

41ઓહોલીબામાહ, એલા, પીનોન,

42કનાઝ, તેમાન, મિબ્સાર,

43માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath