ખ્રિસ્તી ધર્મ
પાછા

હઝકિયેલ 34

1ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

2“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના ઘેંટાપાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, ‘પ્રભુ યહોવાહ ઘેંટાપાળકોને કહે છે, “ઇઝરાયલના ઘેંટાપાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું ઘેંટાપાળકોએ તેઓના ટોળાંઓનું પોષણ ન કરવું જોઈએ?

3તમે ચરબીવાળો ભાગ ખાઓ છો અને ઊનનાં વસ્ત્ર પહેરો છો. તમે ચરબીવાળા ટોળાંઓનો સંહાર કરો છો, પણ તમે તેને ચરાવતા નથી.

4તમે રોગિષ્ઠને બળવાન કર્યાં નથી, તમે બીમારને સાજાં કર્યાં નથી. તમે ભાંગી ગયેલાને પાટો બાંધ્યો નથી, નસાડી મુકાયેલાને તમે પાછાં લાવ્યા નથી કે ખોવાઈ ગયેલાંની શોધ કરી નથી: પણ તેઓના પર બળજબરી તથા સખતાઈથી શાસન ચલાવ્યું છે.

5તેઓ ઘેંટાપાળક વિના વિખેરાઈ ગયાં, તેઓ વિખેરાઈ ગયાથી તેઓ ખેતરનાં પશુઓનો ખોરાક બન્યાં છે.

6મારાં ટોળું દરેક પર્વતો પર તથા દરેક ટેકરીઓ પર રખડતાં ફરે છે, તે ઘેટાં આખી પૃથ્વીની સપાટી પર વેરવિખેર થઈ ગયાં છે. તેઓને શોધનાર કોઈ નથી.”

7માટે હે ઘેંટાપાળકો, યહોવાહનું વચન સાંભળો:

8પ્રભુ યહોવાહ કહે છે, “મારા જીવના સમ” “મારાં ઘેટાં જંગલી પશુઓનો શિકાર બન્યાં છે, ખેતરનાં સર્વ પશુઓનો ખોરાક બન્યાં છે, કારણ, તેઓનો કોઈ ઘેંટાપાળક નહોતો અને મારા ઘેંટાપાળકોએ મારાં ઘેટાં માટે પોકાર કર્યો નથી, પણ ઘેંટાપાળકોએ પોતાનું રક્ષણ કર્યું છે, મારાં ટોળાંનું પોષણ કર્યું નથી.”

9તેથી હે ઘેંટાપાળકો, તમે યહોવાહનું વચન સાંભળો,

10પ્રભુ યહોવાહ કહે છે, જુઓ! હું ઘેંટાપાળકોની વિરુદ્ધ છું, હું મારા ટોળાંની જવાબદારી તેમના હાથમાંથી લઈ લઈશ. મારા ઘેટાંને પાળવાનું કામ તેમની પાસેથી લઈ લઈશ; જેથી ઘેંટાપાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તેમના મુખમાંથી લઈ લઈશ, જેથી મારા ઘેટાં તેમનો ખોરાક બનશે નહિ.”

11કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: “જુઓ, હું પોતે જ મારાં ટોળાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ.

12જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ટોળું સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.

13ત્યારે હું તેઓને લોકો મધ્યેથી બહાર લાવીશ; હું તેમને અન્ય દેશોમાંથી ભેગાં કરીને પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર, ઝરણાં પાસે તથા દેશની દરેક વસતિવાળી જગ્યાઓમાં ચરાવીશ.

14હું તેઓને સારી જગ્યાઓમાં ચરાવીશ; ઇઝરાયલના ઊંચા પર્વતો તેઓની ચરવાની જગ્યાઓ થશે. ત્યાં તેઓ સારી ચરવાની જગ્યાઓમાં સૂઈ જશે, તેઓ ઇઝરાયલના પર્વતો પર ચરશે.

15હું પોતે મારાં ટોળાંને ચારીશ, હું તેઓને સુવાડીશ.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

16હું ખોવાયેલાની શોધ કરીશ, કાઢી મૂકેલાંને હું પાછું લાવીશ. હું ઈજા પામેલાં ઘેટાંને પાટો બાંધીશ, માંદાંને સાજાં કરીશ. અને પુષ્ટ તથા બળવાનનો નાશ કરીશ. હું તેઓનું ન્યાયથી પોષણ કરીશ.

17હે મારાં ટોળું,” પ્રભુ યહોવાહ આમ કહે છે” જુઓ, “હું ઘેટાં, તથા બકરાંઓ વચ્ચે ન્યાય કરીશ.

18સારો ચારો ચરીને બાકીનો બચેલો ચારાવાળો ભાગ પગ નીચે ખૂંદવો, અથવા સ્વચ્છ પાણી પીને બાકીનું પાણી પગથી ડહોળી નાખવું એ શું નાની બાબત છે?

19પણ મારાં ટોળું તમારા પગનો કચડેલો ચારો ખાય છે અને તમારા પગથી ડહોળેલું પાણી પીવે છે.”

20તેથી પ્રભુ યહોવાહ તેઓને કહે છે: “જો, હું પોતે આ પુષ્ટ તથા પાતળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ,

21કેમ કે તમે પાસાથી તથા ખભાથી ધક્કો મારીને તથા માંદાંને શિંગડાં મારીને દૂર સુધી નસાડી મૂક્યાં છે.

22તેથી હું મારાં ટોળાંને બચાવીશ; હવે પછી તેઓને કોઈ લૂંટશે નહિ. અને ઘેટાં વચ્ચે ન્યાય કરીશ.

23હું તેઓના પર એક ઘેંટાપાળક ઊભો કરીશ, મારો સેવક દાઉદ તેઓનું પોષણ કરશે. તે તેઓનું પોષણ કરશે; તે તેઓનો ઘેંટાપાળક બનશે.

24કેમ કે હું, યહોવાહ, તેઓનો ઈશ્વર થઈશ અને મારો સેવક દાઉદ તેઓની મધ્યે સરદાર થશે. હું યહોવાહ આમ બોલ્યો છું.

25હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ, જેથી મારાં ઘેટાં ખુલ્લા અરણ્યમાં સુરક્ષિત રહેશે અને શાંતિથી જંગલમાં સૂઈ જશે.

26હું તેઓની તથા મારી આસપાસની ટેકરી પર આશીર્વાદ લાવીશ, વળી હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. આ આશીર્વાદનો વરસાદ થશે.

27પછી ખેતરનાં વૃક્ષોને ફળ આવશે અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. મારાં ઘેટાં પોતાના દેશમાં સુરક્ષિત રહેશે; જ્યારે હું તેઓની ઝૂંસરી ભાંગી નાખીશ અને તેઓને ગુલામોના હાથમાંથી છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.

28હવે પછી કદી તેઓ પ્રજાઓની લૂંટ કરશે નહિ, હવે પછી પૃથ્વીનાં જંગલી પશુઓ તેઓને ખાઈ જશે નહિ, કેમ કે તેઓ નિશ્ચિંત રહેશે અને બીશે નહિ.

29હું તેઓને ફળદ્રુપ જગ્યામાં સ્થાપીશ કે તેઓ ફરી ભૂખથી ભૂખે મરશે નહિ, કે કોઈ વિદેશી પ્રજા તેઓનું અપમાન કરશે નહિ.

30ત્યારે તેઓ જાણશે કે, હું, યહોવાહ તેઓનો ઈશ્વર છું, હું તેઓની સાથે છું. ઇઝરાયલી લોકો મારા લોકો છે.” આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.

31“કેમ કે તમે મારાં ઘેટાં છો, મારા ચારાના ટોળું અને મારા લોકો છો, હું તમારો ઈશ્વર છું.” આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath