નિર્ગમન 37
1બસાલેલે બાવળના લાકડામાંથી કરારકોશ બનાવ્યો. જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ તથા ઊંચાઈ દોઢ હાથ હતી.
2તેણે તેને અંદર તથા બહારથી શુદ્ધ સોનાથી મઢીને તેની આસપાસ સોનાની કિનારી બનાવી.
3તેણે તેના ચાર પાયામાં સોનાનાં ચાર કડાં જોડ્યાં, એટલે તેની એક બાજુએ બે કડાં અને તેની બીજી બાજુએ બે કડાં.
4તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યાં અને તેને સોનાથી મઢી લીધાં.
5તેણે કરારકોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડા પરોવી દીઘા.
6તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું દયાસન બનાવ્યું.
7તેણે સોનાના બે કરુબો બનાવ્યાં. તેણે તેમને દયાસનને બન્ને છેડે ઘડતર કામના બનાવ્યાં.
8એક છેડે એક કરુબ અને બીજે છેડે એક કરુબ. તેના બે છેડા પરના કરુબો તેણે દયાસનની સાથે સળંગ બનાવ્યાં.
9કરુબોની પાંખો ઊંચે ફેલાવીને પોતાની પાંખો વડે દયાસન પર આચ્છાદન કર્યું. તેઓના મુખ સામસામાં હતા અને દયાસનની તરફ કરુબોનાં મુખ હતાં.
10બસાલેલે બાવળના લાકડામાંથી બે હાથ લાંબી, એક હાથ પહોળી અને દોઢ હાથ ઊંચી મેજ બનાવી.
11આખી મેજને શુદ્ધ સોનાથી મઢી લઈને મેજની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.
12તેણે તેની ફરતે ચાર ઈંચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી.
13તેણે તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયામાં જડી દીધાં.
14મેજ ઊંચકવાની દાંડીની જગ્યાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.
15તેણે મેજ ઊંચકવા માટે બાવળના લાકડાની દાંડીઓ બનાવી અને તેને સોનાથી મઢી લીધી.
16તેણે મેજ માટેનાં વાસણો, એટલે થાળીઓ, ચમચીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માટેના પ્યાલા શુદ્ધ સોનાનાં બનાવ્યાં.
17તેણે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવ્યું. ઘડતર કામનું દીપવૃક્ષ તેણે બનાવ્યું. એટલે તેની બેઠક તથા તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલ તે તેની સાથે સળંગ જોડેલાં હતાં.
18દીપવૃક્ષની બન્ને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી.
19એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, આમ દીપવૃક્ષમાંથી નીકળતી કુલ છ શાખાઓ હતી.
20દીપવૃક્ષમાં બદામફૂલના આકારના બનાવેલા ચાર ચાડાં, તેઓની કળીઓ તથા તેઓના ફૂલ હતાં.
21દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું, આમ ચાર ફૂલ હતાં.
22દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં અને એ બધું શુદ્ધ સોનાનાં ઘડતર કામનું હતું.
23બસાલેલે તેના સાત દીવા, દીવી માટે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમારવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં.
24તેણે દીપવૃક્ષ અને તેનો સાજ બનાવવામાં એક તાલંત શુદ્ધ સોનું વાપર્યું હતું.
25બસાલેલે ધૂપ માટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. તેની લંબાઈ એક હાથ, પહોળાઈ એક હાથ તથા ઊંચાઈ બે હાથ અને સમચોરસ હતી. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.
26આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
27તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.
28તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.
29તેણે અભિષેક માટેનું પવિત્ર તેલ તથા શુદ્ધ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બનાવ્યાં.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath