ખ્રિસ્તી ધર્મ
પાછા

પુનર્નિયમ 11

1એ માટે યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો.

2હું તમારાં સંતાનો સાથે નહિ પણ તમારી સાથે બોલું છું. જેઓએ યહોવાહ તમારા ઈશ્વરની શિક્ષા , તેમની મહાનતા, તેમનો પરાક્રમી હાથ તથા તેમનાં અદ્દભુત કામો જોયા કે જાણ્યાં નથી,

3તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.

4મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતાં હતાં, ત્યારે સૂફ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. એ રીતે યહોવાહે તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી;

5અને તમે આ સ્થળે આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે સારું જે કર્યુ તે.

6અને સર્વ ઇઝરાયલીઓના જોતાં રુબેનના દીકરાઓમાંથી, અલિયાબના દીકરા દાથાન અને અબિરામને યહોવાહે શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનો એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ.

7પણ તમારી આંખોએ યહોવાહે કરેલાં અદ્દભુત કામો નિહાળ્યાં છે.

8તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો જેથી તમે બળવાન થાઓ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો;

9યહોવાહે જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ વિષે તમારા પિતૃઓ આગળ સોગન ખાધા હતા કે હું તમને તથા તમારા સંતાનોને આપીશ અને તેમાં તમારું આયુષ્ય લંબાવીશ.

10તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું.

11પરંતુ જે દેશનું વતન પામવાને માટે તમે પેલે પાર જાઓ છો તે ડુંગરવાળો અને ખીણોવાળો દેશ છે. તે આકાશના વરસાદનું પાણી પીએ છે,

12તે દેશ વિષે યહોવાહ તમારા ઈશ્વર કાળજી રાખે છે. વર્ષના આરંભથી તે અંત સુધી યહોવાહ તમારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.

13અને આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવાહ પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે,

14હું તમારા દેશમાં વરસાદ એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ. જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો.

15હું તમારાં ઢોરને સારુ ખેતરોમાં ઘાસ ઉગાવીશ. અને તમે ખાઈને તૃપ્ત થશો.

16સાવચેત રહો રખેને તમારું અંત:કરણ ઠગાઈ જાય. અને તમે ભટકી જઈ બીજા દેવ દેવીઓની સેવા કરો અને તેમનું ભજન કરો;

17રખેને યહોવાહનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઊઠે અને તેઓ આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઊપજ ન આપે. અને યહોવાહ જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય.

18માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો.

19જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો.

20તમારા ઘરની બારસાખ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો.

21જેથી જે દેશ આપવાનું વચન યહોવાહે તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે.

22કેમ કે આ જે બધી આજ્ઞાઓ હું તમને આપું છું તેને જો તમે ખંતપૂર્વક પાળીને અમલમાં મૂકશો અને યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો તો,

23યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે.

24દરેક જગ્યા જ્યાં તમારા પગ ફરી વળશે તે તમારી થશે; અરણ્યથી તથા લબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદી સુધી, પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે.

25વળી તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જે ભૂમિ પર તમે ચાલશો તે પર યહોવાહ તમારા ઈશ્વર તમારી બીક અને ધાક રાખશે. જેમ તેમણે તમને કહ્યું છે તે પ્રમાણે.

26જો, આજે હું તમારી આગળ આશીર્વાદ તથા શાપ બન્ને મૂકું છું.

27જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો;

28જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેઓ વિષે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો.

29જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો.

30શું તેઓ યર્દન નદીની સામે પાર પશ્ચિમ દિશાના રસ્તા પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેતા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષોની પાસે નથી?

31કેમ કે જે દેશ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન નદી પાર કરીને જવાના છો, તમે તેનું વતન પામીને તેમાં રહેશો.

32હું આજે તમારી સમક્ષ જે બધા કાનૂનો તથા નિયમો મૂકું છું તેને તમે કાળજીપૂર્વક પાળો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath