ખ્રિસ્તી ધર્મ
પાછા

1 શમુએલ 23

1તેઓએ દાઉદને જણાવ્યું કે, “જો, પલિસ્તીઓ કઈલા વિરુદ્ધ લડીને ખળીઓમાં કણસલાંમાંથી અનાજ લૂંટે છે.”

2તેથી દાઉદે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરીને તેમને પૂછ્યું, “હું જઈને આ પલિસ્તીઓ પર હુમલો કરું?” ઈશ્વરે દાઉદને કહ્યું, “જા અને પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”

3દાઉદના માણસોએ તેને કહ્યું કે, “જો, અમને અહીં યહૂદિયામાં ભય લાગે છે. તો પછી કઈલામાં પલિસ્તીઓનાં સૈન્યોની સામે જતા કેટલો વિશેષ ભય લાગશે?”

4પછી દાઉદે ફરીથી ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેને જવાબ આપ્યો, “ઊઠીને, કઈલા પર આક્રમણ કર. હું તને પલિસ્તીઓની ઉપર વિજય અપાવીશ.”

5દાઉદ તથા તેના માણસો કઈલામાં ગયા અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યું. તેઓએ તેમનાં જાનવરોને દૂર લઈ જઈને હુમલો કર્યો. અને તેઓનો સંહાર કર્યો. એમ દાઉદે કઈલા રહેવાસીઓને બચાવ્યા.

6જયારે અહીમેલેખનો દીકરો અબ્યાથાર દાઉદ પાસે કઈલામાં નાસી આવ્યો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.

7શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં છે. ત્યારે તેણે કહ્યું, “હવે ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કેમ કે તે અંદરથી બંધ હોય દરવાજાવાળા નગરમાં પ્રવેશ્યો છે. તે સપડાઈ ગયો છે.”

8કઈલા ઉપર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા સારુ શાઉલે સર્વ લોકોને યુદ્ધમાં બોલાવ્યા.

9દાઉદ જાણતો હતો કે શાઉલ તેની વિરુદ્ધ ઉપદ્રવ કરવાની યુક્તિઓ રચે છે. તેણે અબ્યાથાર યાજકને કહ્યું, “એફોદ અહીં લાવ.”

10પછી દાઉદે કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવકે નક્કી સાંભળ્યું છે કે મારે લીધે નગરનો નાશ કરવાને શાઉલ કઈલા પર ચઢાઈ કરવાની તક શોધે છે.

11કઈલાના માણસો શું મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યાં મુજબ શું શાઉલ અહીં આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, હું તમને આજીજી કરું છું, કૃપા કરી તમારા સેવકને જણાવો.” ઈશ્વરે કહ્યું, “તે ચઢાઈ કરશે.”

12ત્યાર પછી દાઉદે કહ્યું, “શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” ઈશ્વરે કહ્યું, “તેઓ તને સોંપી દેશે.”

13ત્યારે દાઉદ તથા તેના માણસો, જે આશરે છસો હતા, તેઓ ઊઠીને કઈલામાંથી રવાના થયા અને જવાય ત્યાં જતા રહ્યા. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાંથી નાસી ગયો છે તેથી શાઉલે ત્યાં જવાનું બંધ રાખ્યું.

14દાઉદ અરણ્યમાં મજબૂત મિલોઓમાં અને ઝીફના અરણ્યમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ ઈશ્વરે તેને તેના હાથમાં લાગવા દીધો નહિ.

15દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા સારુ બહાર આવ્યો છે; દાઉદ ઝીફના અરણ્યમાં આવેલા હોરેશમાં હતો.

16ત્યાર પછી શાઉલનો દીકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો અને તેના હાથ ઈશ્વરમાં મજબૂત કર્યા.

17યોનાથાને તેને કહ્યું, “બીશ નહિ. કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને પકડી પાડી શકશે નહિ. તું ઇઝરાયલ પર રાજા થશે અને હું તારાથી બીજે દરજ્જે હોઈશ. મારા પિતા શાઉલ પણ આ જાણે છે.”

18પછી તેઓ બન્નેએ ઈશ્વરની આગળ કરાર કર્યો. અને દાઉદ હોરેશમાં રહ્યો અને યોનાથાન પોતાને ઘરે ગયો.

19પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ હોરેશના કિલ્લાઓમાં અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી? એ કિલ્લા હખીલા પર્વત પર, એટલે દક્ષિણના અરણ્ય તરફ આવેલા છે.

20માટે હવે, હે રાજા, ત્યાં આવવા માટેની તમારા હૃદયની સઘળી ઇચ્છા પ્રમાણે કરો. અમે તમને તમારા હાથમાં સોંપી દઈશું.”

21શાઉલે કહ્યું, “ઈશ્વરથી તમે આશીર્વાદિત છો. કેમ કે તમે મારા પર દયા કરી છે.

22જાઓ, તે વિષે હજી વધારે નક્કી કરીને જાણો અને શોધો કે તેની સંતાવાની જગ્યા ક્યાં છે અને ત્યાં તેને કોણે જોયો છે. કેમ કે મને ખબર મળી છે કે તે ઘણો ચાલાક છે.

23માટે જુઓ, તેની સંતાઈ રહેવાની સર્વ જગ્યાઓ જાણી લઈને, સાચી માહિતી લઈને મારી પાસે આવજો, એટલે હું તમારી સાથે આવીશ, જો તે દેશમાં હશે, તો હું તેને યહૂદિયાના હજારોમાંથી માણસો શોધી કાઢીશ.”

24પછી તેઓ ઊઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા. દાઉદ અને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.

25શાઉલ તથા તેના માણસો તેને શોધવા ગયા. અને દાઉદને તેની ખબર મળી, ત્યારે તે ઊતરીને ખડકાળ પર્વત પાસે આવીને માઓનના અરણ્યમાં રહ્યો. જયારે શાઉલે તે સાંભળ્યું, ત્યારે તે માઓનના અરણ્યમાં દાઉદની પાછળ પડ્યો.

26શાઉલ પર્વતની એક બાજુએ ગયો અને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલને લીધે ત્યાં છટકી જવા માટે ઉતાવળ કરી. કેમ કે શાઉલ તથા તેના માણસો દાઉદ તથા તેના માણસોને પકડવા માટે તેમને ઘેરી લીધા હતા.

27એક સંદેશાવાહકે પાસે આવીને શાઉલને કહ્યું, “જલ્દી આવ કેમ કે પલિસ્તીઓએ દેશમાં લૂંટફાટ ચલાવી છે.”

28પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડયું.

29દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath